તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
કડકડતી ઠંડીએ માઉન્ટ આબુને થિજવ્યું : વાહનો પર બરફ જામ્યો!
સતત ચોથા દિવસે પણ તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું : હાડ થીજાવતી ઠંડીની મજા સહેલાણીઓ માણી રહયા છે અને હજુ પણ પ્રવાસીઓ ઊમટી રહયા છે

માઉન્ટ આબુ, તા.૧૪: : માગશર મહિનાની કડકડતી ઠંડીએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં હાડ થીજાવતી ઠંડી જોવા મળી રહી છે. ગુજરાતની સરહદને અડીને આવેલા માઉન્ટ આબુમાં સતત ચોથા દિવસે પણ તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું છે. જેના કારણે આબુમાં બરફ જામી ગયાના દ્રશ્યો જોવા મળી રહયા છે. કાર અને ટૂ-વ્હીલર પર અને રેસ્ટોરાંમાં રાખવામાં આવેલાં ટેબલો પર બરફ જામી ગયો છે.
ગુજરાત સહિત રાજસ્થાનમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. ગુજરાતીઓનું પ્રવાસન માટેનું આકર્ષણનું કેન્દ્ર માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ થઈ જતાં બરફની ચાદર પથરાઈ ગઈ છે. સતત ચાર દિવસથી શીત લહેરનાં કારણે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામી ગયો છે.
ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડા પવનોના કારણે માઉન્ટ આબુમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસોથી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. જ્યારે આજે માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી જેટલું નોંધાયું છે. તાપમાનનો પારો ગગડતાં માઉન્ટ આબુ પર ઘરો-હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને ટૂ-વ્હીલર પર તેમજ હોટલોના ટેબલો પર બરફ જામી ગયો છે. જો કે આ કડકડતી ઠંડીની મજા સહેલાણીઓ માણી રહ્યા છે અને હજુ પણ પ્રવાસીઓ ઊમટી રહયા છે.(૨૩.૪)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
