<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

લસણના ભાવ તળીયે ગયા : હવે કોઈ ભાવ પણ નથી પૂછતું

જેવું માર્કેટમાં અફઘાનિસ્‍તાની લસણ આવ્‍યું, તો દેશી લસણના ભાવ ધડામ થઈ ગયા

નવી દિલ્‍હી, તા.૧૪: ઓક્‍ટોબર મહિનાથી અચાનક જ લસણના ભાવ આકાશે આંબી ગયા હતા. હાલત એવી થઈ ગઈ હતી કે લોકોએ લસણ લેવાનું જ બંધ કરી દીધું હતું. માર્કેટમાં લસણ ચારસોથી છસો રૂપિયે કિલો વેચાઈ રહ્‍યું હતું. માર્કેટમાં આવતા આવતા તેની કિંમતો વધી જતી હતી. પણ હવે બે મહિના બાદ જેવું માર્કેટમાં અફઘાનિસ્‍તાની લસણ આવ્‍યું, તો દેશી લસણના ભાવ ધડામ થઈ ગયા.

કાલ સુધી માર્કેટમાં લસણ છસો રૂપિયે કિલો વેચાઈ રહ્‍યું હતું પણ હવે તેના ભાવ બસ્‍સોથી ત્રણસો સુધી આવી ગયા છે. રાજસ્‍થાનની મુહાના મંડીના હોલસેલ વેપારીઓને દિલ્‍હીમાંથી આવતું લસણ મળે છે. જેને અફઘાનિસ્‍તાનથી ઈમ્‍પોર્ટ કરવામાં આવ્‍યું છે. દેશમાં મધ્‍ય પ્રદેશ બાદ રાજસ્‍થાનમાં લસણનું ઉત્‍પાદન સૌથી વધારે થાય છે. પણ આ વર્ષે વરસાદના કારણે પાક ખરાબ થઈ જતાં લસણના ભાવ ખૂબ મોંઘા થયા. સ્‍થિતિ એવી થઈ કે લોકોએ લસણ વિના ખાવાનું શરૂ કરી દીધું.

રાજસ્‍થાનમાં દર વર્ષે લસણનો પાક ખેડૂતોને સારો એવો નફો કરાવે છે. ખાસ કરીને કોટા, બાર??, બૂંદી અને જોધપુરમાં તેનું ઉત્‍પાદન સારું એવું થાય છે. પણ આ વર્ષે ચોમાસામાં સારો પાક ખરાબ થઈ ગયો હતો. ત્‍યારે આવા સમયે તેનું ઉત્‍પાદન ડિમાન્‍ડના હિસાબે ખૂબ ઓછું થયું. તેના કારણે ઓક્‍ટોબર મહિનામાં લસણના ભાવમાં ભડકો જોવા મળ્‍યો હતો.

મુહાના મંડીના એક હોલસેલ વેપારીએ જણાવ્‍યું કે, મંડીમાં હવે લસણ દિલ્‍હીથી આવી રહ્‍યું છે. તેને અફઘાનિસ્‍તાનથી ઈમ્‍પોર્ટ કરવામાં આવ્‍યું છે. તેના કારણે તેની સપ્‍લાયમાં સુધારો આવ્‍યો છે અને તેના ભાવમાં પણ ઘટાડો થવાનું આ જ કારણ છે.ઙ્ઘ

હવે લસણ માર્કેટમાં બસ્‍સોથી ત્રણસો રૂપિયે કિલો ભાવે થઈ ગયો છે. તેના કારણે રિટેલર્સ ક્‍વિન્‍ટલમાં તેની ખરીદી કરી રહયા છે. આગામી વર્ષ સુધીમાં ભાવ હજુ પણ નીચે જશે.

(9:48 AM IST)