તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
હું કાયદાનું સન્માન કરૂ છું, તપાસમાં સહકાર આપીશ
અર્જુને ફેન્સનો આભાર માન્યો

હૈદ્રાબાદ, તા.૧૪: અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે અને તે તેના પરિવાર પાસે પહોંચી ગયો છે. અભિનેતાએ જેલમાંથી બહાર આવતાની સાથે જ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે તે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.જેલમાંથી છૂટયા બાદ તેણે બધાનો આભાર માન્યો અને કહયું કે હું કાયદાનું સન્માન કરું છું. જે અકસ્માત થયો તે ખૂબ જ દુઃખદ હતો. પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.
જેલમાંથી છૂટયા બાદ અલ્લુ અર્જુને મીડિયા સામે આવીને આ મામલે પોતાનો ખુલાસો કર્યો હતો. અલ્લુ અર્જુને કહ્યું કે હું દરેકના પ્રેમ અને સમર્થન માટે આભારી છું.
હું મારા તમામ ચાહકોનો આભાર માનું છું. કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હું સંપૂર્ણપણે ઠીક છું. હું કાયદાનું પાલન કરનાર વ્યક્તિ છું, હું કાયદાનું સન્માન કરું છું અને આ બાબતની તપાસમાં સહકાર આપીશ.
અલ્લુ અર્જુન એક રાત જેલમાં વિતાવ્યા બાદ મુક્ત થયો છે. તેલંગાણા હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે. અભિનેતાની ૧૩ ડિસેમ્બર, શુક્રવારે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો અને ૧૪ ડિસેમ્બર, શનિવારની સવારે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
