<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

અલ્લુ અર્જુન કેદી નંબર ૭૬૯૭ બન્‍યો, આખી રાત જેલની કોટડીમાં જમીન પર સૂતો રહયો... ખાવાનું પણ ન ખાધુ

હૈદરાબાદ, તા.૧૪: સંધ્‍યા થિયેટર સ્‍ટેમ્‍પેડ કેસમાં ધરપકડ કરાયેલ તેલુગુ સુપરસ્‍ટાર અલ્લુ અર્જુન શનિવારે સવારે તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્‍યા બાદ જેલમાંથી બહાર આવ્‍યો હતો. અભિનેતાની પોલીસે ૧૩મી ડિસેમ્‍બરે બપોરે તેના હૈદરાબાદના ઘરેથી ધરપકડ કરી હતી અને મેડિકલ ટેસ્‍ટ કરાવ્‍યા બાદ તેને નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો. કોર્ટે અર્જુનને ૧૪ દિવસની જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં મોકલી દીધો હતો, ત્‍યારબાદ પોલીસ તેને ચંચલગુડા સેન્‍ટ્રલ જેલમાં લઈ ગઈ હતી. અલ્લુ અર્જુને તેના વકીલ અશોક રેડ્ડી મારફત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જ્‍યાંથી તેને રૂ. ૫૦,૦૦૦ના અંગત બોન્‍ડ પર વચગાળાના જામીન મળ્‍યા હતા.

તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્‍યા છતાં, કાગળની કાર્યવાહીમાં વિલંબને કારણે અલ્લુ અર્જુનને જેલમાં રાત વિતાવવી પડી હતી. ચંચલગુડા જેલના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ એક રાત માટે અભિનેતાની ઓળખ કેદી નંબર ૭૬૯૭ હતી. તે જેલમાં આખી રાત ભૂખ્‍યો રહ્‍યો અને જમીન પર સૂઈ ગયો. અન્‍ડરટ્રાયલ તરીકે પોલીસે તેને મંજીરા બેરેકના વર્ગ-૧ રૂમમાં રાખ્‍યો હતો. અલ્લુ અર્જુનની તમામ માહિતી જેલના રેકોર્ડમાં નોંધાયેલી છે

જેલના સૂત્રોના જણાવ્‍યા અનુસાર અલ્લુ અર્જુન શુક્રવાર સાંજથી જ તેની મુક્‍તિની રાહ જોઈ રહયો હતો. કોઈક રીતે તેણે શુક્રવારની રાત જેલમાં વિતાવવી પડી હતી. જેલ મેન્‍યુઅલ મુજબ તેમને રાત્રિભોજન આપવામાં આવ્‍યું હતું. તેને બેડ અને ઓશીકું આપવામાં આવ્‍યું. સૂત્રોએ જણાવ્‍યું હતું કે તે આખી રાત થોડી બેચેન દેખાયા હતા. તે તેની બેરેકમાં કયારેક ચાલતો અને કયારેક બાજુ બદલતો જોવા મળ્‍યો હતો. તેના અભિવ્‍યક્‍તિ પરથી લાગતું હતું કે તે આતુરતાથી રિલીઝની રાહ જોઈ રહ્‍યો હતો. તેણે ભોજન પણ બરાબર ખાધું ન હતું. મોડી રાત સુધી તે જાગતો રહયો. જો કે જેલની બહાર તેના ચાહકોનો જમાવડો હતો.(

(10:03 AM IST)