તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
જેલમાં રાત વિતાવી સવારે છુટયો અલ્લુ અર્જુન
પુષ્પા-૨ સ્ટારને ૧૪ દિવસની જયુ.કસ્ટડીની સજા બાદ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા પણ જેલ તંત્રને જામીનનાં કાગળો મોડી રાત સુધી નહિ મળતા જેલમાં વિતાવવી પડી રાત્રી : આજે સવારે જેલમુકત થતાં પહેલા ઓફિસે ગયો પછી ઘરે પહોંચયો : ઘરે હર્ષભેર સ્વાગત કરાયું : ફેન્સના ટોળેટોળા

હૈદરાબાદ, તા.૧૪: ‘પુષ્પા ૨: ધ રૂલ' પ્રીમિયર શો દરમિયાન એક મહિલાના મળત્યુના સંબંધમાં લોકપ્રિય ટોલીવુડ અભિનેતા અલ્લુ અર્જુનને શનિવારે સવારે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાને શુક્રવારે સાંજે તેલંગાણા હાઈકોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે નીચલી અદાલતે તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. જેલ સત્તાવાળાઓ દ્વારા જામીન મેળવવામાં વિલંબને કારણે તેને જેલમાં જ રાત વિતાવવી પડી હતી. જેલ સત્તાધીશોએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાને જેલના પાછળના દરવાજેથી મુક્ત કર્યો હતો. તેને એસ્કોર્ટ વાહનમાં મોકલવામાં આવ્યો હતો. અભિનેતા સીધો ગીતા આર્ટસની ઓફિસે પહોંચ્યો હતો. બાદમાં તેઓ જ્યુબિલી હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો
આ પહેલા શુક્રવારે રાત્રે તેની મુક્તિને લઈને સસ્પેન્સ હતું. જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને જામીનનો આદેશ મોડી રાત્રે મળ્યો હતો અને જેલ મેન્યુઅલ મુજબ કેદીઓને રાત્રે મુક્ત કરી શકાતા નથી, અભિનેતાને બીજા દિવસે સવારે મુક્ત કરવામાં આવશે. અલ્લુ અર્જુન, જેને શુક્રવારે રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો, તેણે નામપલ્લી કોર્ટ દ્વારા આપવામાં આવેલ વિશેષ દરજ્જા હેઠળ મંજીરા બ્લોકમાં રાત વિતાવી હતી.
તેલંગાણા હાઈકોર્ટે તેને પહેલા જ દિવસે વચગાળાના જામીન આપી દીધા હતા, પરંતુ પ્રક્રિયામાં થોડો વિલંબ અને અન્ય કારણોસર તે મુક્ત થઈ શકયો ન હતો. હૈદરાબાદમાં તેની ફિલ્મ પુષ્પા ૨: ધ રૂલના પ્રીમિયર દરમિયાન નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી.
અભિનેતા અલ્લુ અર્જુનના વકીલ અશોક રેડ્ડીએ કહયું કે તેમને હાઈકોર્ટમાંથી આદેશની કોપી મળી છે પરંતુ તેમ છતાં તેમણે આરોપી (અલ્લુ અર્જુન)ને છોડયા નથી. તેઓએ જવાબ આપવો પડશે. આ ગેરકાયદેસર અટકાયત છે, અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. હાલ અલ્લુ અર્જુનને રિલીઝ કરવામાં આવ્યો છે.
અભિનેતાના મોટી સંખ્યામાં ચાહકો તેની મુક્તિ માટે જેલની બહાર રાહ જોતા રહ્યા. અભિનેતા અલ્લુ અર્જુનના સસરા કાંચરલા ચંદ્રશેખર રેડ્ડી અને ફિલ્મ નિર્માતા અને અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચ્યા. પોલીસે ટોલીવુડ અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ ગ્ફલ્ ની કલમ ૧૦૫, ૧૧૮ (૧) હેઠળ ૪ ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક મહિલાના મળત્યુ અને તેના બાળકને ઈજા થવાના સંબંધમાં કેસ નોંધ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે જ્યુબિલી હિલ્સનું ઘર.
ડીએસપી આકાશ યાદવે અલ્લુ અર્જુનની બે કલાક સુધી પૂછપરછ કરી
પોલીસ તેમને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ ગઈ. થોડા સમય પછી, તેને નામપલ્લી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને ૧૪ દિવસ એટલે કે ૨૭ ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. ત્યારબાદ ગાંધી હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
ડીએસપી આકાશ યાદવે અલ્લુ અર્જુનની બે કલાક સુધી પૂછપરછ કરી. પરંતુ અભિનેતા દ્વારા તેલંગાણા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અગાઉની અરજીની સુનાવણી દરમિયાન, તેને ૫૦,૦૦૦ રૂપિયાના બોન્ડ પર ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. આ સમગ્ર એપિસોડ દરમિયાન, પોલીસ અને થિયેટર જનારાઓ વચ્ચે ચર્ચા ચાલુ રહી કે સુરક્ષા માટે પૂછવા છતાં, પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો આપવામાં આવ્યા ન હતા.
પ્રીમિયર શોમાં નાસભાગમાં મળત્યુ પામેલી મહિલાના પતિ ભાસ્કરનું કહેવું છે કે તે પોતાનો કેસ પાછો ખેંચવા તૈયાર છે. થિયેટરમાં આવવામાં અલ્લુ અર્જુનની કોઈ ભૂલ નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા તેમના આઠ વર્ષના પુત્રની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અલ્લુએ ૩૫ વર્ષીય મળતક રેવતીના પરિવારને વળતર તરીકે ૨૫ લાખ રૂપિયાની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન મેગાસ્ટાર ચિરંજીવી સાંજે ભત્રીજા અલ્લુના ઘરે પહોંચ્યા. અભિનેતા વરુણ ધવન, ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ અલ્લુને સમર્થન આપ્યું છે.(૨૩.૯)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
