<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

શ્રીલંકા ટી-૧૦ લીગમાં મેચ ફિકસીંગનો ખુલાસો : ‘ગાલે માર્વેલ્‍સ' ટીમના માલિક પ્રેમ ઠક્કરની ધરપકડ

પ્રેમ ઠક્કર અમદાવાદનો છે

 

કોલંબો, તા.૧૪: શ્રીલંકાની T10 સુપર લીગની પ્રથમ આવળત્તિમાં મોટો વિવાદ સામે આવ્‍યો છે. ‘ગાલે માર્વેલ્‍સ' ટીમના ભારતીય માલિક પ્રેમ ઠાકુરને શ્રીલંકાની પોલીસે ગુરુવારે મેચ ફિક્‍સિંગના આરોપમાં ધરપકડ કરી હતી. પ્રેમ ઠાકુરની ધરપકડ વેસ્‍ટ ઇન્‍ડીઝના એક ખેલાડીની ફરિયાદના આધારે કરવામાં આવી હતી જેણે ફિક્‍સિંગનો ભાગ હોવાનો ઇનકાર કર્યો હતો.

આ મામલો સામે આવ્‍યા બાદ શ્રીલંકાના કેન્‍ડીના પલ્લેકેલે સ્‍ટેડિયમમાં ચાલી રહેલી ટૂર્નામેન્‍ટની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. પ્રેમ ઠાકુર ગાલે માર્વેલ્‍સ ટીમની ફ્રેન્‍ચાઈઝીના માલિક છે. જો કે, પ્રેમ ઠાકુર અમદાવાદનો છે.

ફરિયાદ પર કાર્યવાહી અને કોર્ટમાં હાજરી

પ્રેમ ઠક્કરને શ્રીલંકાના સ્‍પોર્ટ્‍સ પોલીસ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ૧૩ ડિસેમ્‍બરે કોલંબો મેજિસ્‍ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો. કોર્ટે તેને ૧૬ ડિસેમ્‍બર સુધીના રિમાન્‍ડ પર મોકલી દીધો હતો. આ મામલો આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહીનો એક ભાગ છે. પોલીસનું કહેવું છે કે ફિક્‍સિંગ સંબંધિત અન્‍ય પાસાઓની પણ તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્‍યારે કોઈ ભારતીય ટીમના માલિકની વિદેશી ધરતી પર મેચ ફિક્‍સિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે

તમને જણાવી દઈએ કે ગાલે માર્વેલ્‍સ શ્રીલંકા T10 સુપર લીગની છ ટીમોમાંથી એક છે. આ વિવાદે લીગની પ્રથમ આવળત્તિની વિશ્વસનિયતાને ભારે નુકસાન પહોંચાડ્‍યું છે. ટૂર્નામેન્‍ટના આયોજકો અને ખેલાડીઓની સુરક્ષા અને ઈમાનદારી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આવી સ્‍થિતિમાં ભવિષ્‍યમાં શ્રીલંકામાં આવી ટૂર્નામેન્‍ટના આયોજનમાં પારદર્શિતા કેવી રીતે જાળવવામાં આવશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

ફરિયાદ નોંધાવનાર વેસ્‍ટ ઈન્‍ડિઝના ખેલાડીએ ખેલદિલીનો દાખલો બેસાડ્‍યો હતો. વેસ્‍ટ ઈન્‍ડિઝના ખેલાડીએ પ્રેમ ઠાકુરના પ્રસ્‍તાવને સ્‍વીકારવાનો ઈન્‍કાર કરી દીધો હતો. આ સાથે સમગ્ર મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્‍યારથી, વેસ્‍ટ ઈન્‍ડિઝના આ ખેલાડીની રમતમાં ઈમાનદારી અને નૈતિકતા જાળવવા બદલ ઘણી પ્રશંસા થઈ રહી છે. જો કે વેસ્‍ટ ઈન્‍ડિઝનો આ ક્રિકેટર કોણ છે તે અંગે શ્રીલંકન પોલીસે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.

શ્રીલંકામાં મેચ ફિક્‍સિંગને લઈને ખૂબ જ કડક કાયદા છે. દેશમાં મેચ ફિક્‍સિંગના કેસોમાં ફોજદારી કાયદો લાગુ પડે છે. આ અંતર્ગત ઘણી કડક જોગવાઈઓ છે. શ્રીલંકાના સ્‍પોર્ટ્‍સ કાયદા અનુસાર, જો કોઈ ખેલાડી મેચ ફિક્‍સિંગ જેવી પ્રવળત્તિઓમાં સંડોવાયેલો જોવા મળે છે, તો તેને ૧૦ વર્ષની જેલ થઈ શકે છે. તેમજ દંડ પણ થઈ શકે છે. તેમજ ગંભીરતાને ધ્‍યાનમાં લઈને સજા અને દંડ બંનેની જોગવાઈ છે.(

(10:38 AM IST)