તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
અયોધ્યા બાદ હવે પશ્ચિમ બંગાળમાં બનાવાશે ભવ્ય રામ મંદિર: ભાજપ નેતાની મોટી જાહેરાત
ભાજપ નેતા અગ્નિમિત્ર પોલે કહ્યું કે, બેરહામપુરમાં આગામી વર્ષે તેનું શિલાન્યાસ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવાની તૈયારી છે. ભાજપ નેતા અગ્નિમિત્ર પોલે કહ્યું કે, બેરહામપુરમાં આગામી વર્ષે તેનું શિલાન્યાસ કરવામાં આવશે.
ભાજપ નેતા દ્વારા આ જાહેરાત ટીએમસી સાંસદ હુમાયુ કબીરના બાબરી મસ્જિદ બનાવવાના નિવેદન બાદ કરવામાં આવી છે. આ સાથે જ ભાજપ દ્વારા બંગાળની મમતા સરકાર પર ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યા છે.
ભાજપ નેતા અગ્નિમિત્ર પોલે કહ્યું કે, રામ મંદિર બનાવવાના નિર્ણયને મસ્જિદ બનાવવાની જાહેરાત સાથે જોડીને જોવામાં આવવું જોઈએ નહીં. તેમને કબીરના બાબરી મસ્જિદ વાળા નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે. પોલે કહ્યું કે, તેમને પહેલા પણ હિંદુ સમુદાયને લઈને અનેક ભડકાઉં ભાષણ આપ્યા હતા, પરંતુ તેમના પર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી.
અગ્નિમિત્ર પોલે વધુમાં કહ્યું કે, રામ મંદિર, મસ્જિદની જાહેરાત પછી બનાવવામાં આવી રહ્યું નથી. બાબરી મસ્જિદ પણ બની શકે છે અને રામ મંદિર પણ બની શકે છે. જે વ્યક્તિએ બાબરી મસ્જિદ બનાવવાની વાત કહી છે, તેમને પહેલા આ પણ કહ્યું હતું કે, હિંદુઓના કત્લેઆમ કરીને ભાગીરથીમાં ફેંકી દેવામાં આવશે. પરંતુ, આ માટે ન તેમને સજા થઈ અને ન તો કારણ જણાવો નોટિસ આપવામાં આવ્યું
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
