<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

સોમવારે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરશે :સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલશે

જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે

નવી દિલ્હી :કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલશે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે.

હાલ દેશના અલગ અલગ સમયે ચૂંટણી યોજાય છે. કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે સરકારના આ નિર્ણયનો કોંગ્રેસ અને AAP જેવી ઘણી ઈન્ડિયા ગઠબંધનની પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તાધારી પક્ષને ફાયદો થશે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજતકને જણાવ્યું કે આ રિપોર્ટ તૈયાર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે. આ રિપોર્ટમાં 18 હજારથી વધુ પાના છે. મને જાણ કરવામાં આવી હતી કે આજ સુધી ભારત સરકારની કોઈ કમિટીએ આટલો મોટો રિપોર્ટ આપ્યો નથી. આ અહેવાલ 21 વોલ્યુમમાં બનાવવામાં આવ્યો છે. આ માટે અમે લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. 16 ભાષાઓમાં 100થી વધુ જાહેરાતો આપવામાં આવી હતી. 21000 લોકોએ આનો જવાબ આપ્યો. 80 ટકા લોકો તેના સમર્થનમાં હતા. આ સિવાય અમે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરને પણ ફોન કર્યો હતો. FICCI, ICC, બાર કાઉન્સિલના પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવ્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ભારતમાં ચૂંટણી કરાવવા માટે 5 થી 5.5 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. જો આ બિલ લાગુ થશે તો એકસાથે ચૂંટણી કરાવવા માટે માત્ર 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આનાથી ઘણી બચત થશે. બાકીના નાણાંનો ઉપયોગ ઔદ્યોગિક વિકાસ માટે કરવામાં આવશે. આ બિલ અમલમાં આવ્યા બાદ દેશની જીડીપીમાં અંદાજે એકથી દોઢ ટકાનો વધારો થવાની સંભાવના છે.

(11:29 AM IST)