<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

કુખ્યાત સોનુ મટકા એન્કાઉન્ટરમાં માર્યો ગયો: દિલ્હી પોલીસે યુપીમાં જઈને કર્યું ઓપરેશન : હાશિમ બાબા ગેંગનો શૂટર હતો

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મેરઠમાં એન્કાઉન્ટર દરમિયાન કુખ્યાત ગુનેગાર સોનુ મટકાને ઠાર માર્યો :તેના પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું

નવી દિલ્હી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મેરઠ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં સોનુ મટકા નામના ગુનેગારનો સામનો કર્યો હતો. સોનુ મટકા હાશિમ બાબા ગેંગનો શૂટર હતો.  

    અત્રે ઉલ્લેખનીય છે કે  આ એ જ અપરાધી છે જેણે દિવાળીની રાત્રે શાહદરામાં કાકા-ભત્રીજાને ગોળી મારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એન્કાઉન્ટર દરમિયાન સોનુ મટકા ઘાયલ થયો હતો

  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથેના સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીમાં ડબલ મર્ડરનો વોન્ટેડ આરોપી અને પચાસ હજાર રૂપિયાનું ઈનામ ધરાવતો સોનુ મટકાની ધરપકડ કરવામાં આવી હતી. 

  મેરઠ જિલ્લાના ટીપી નગર પોલીસ સ્ટેશનમાં એન્કાઉન્ટર દરમિયાન 50,000 રૂપિયાનું ઇનામ ધરાવતો ગુનેગાર ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તે હાશિમ બાબા ગેંગનો કુખ્યાત શૂટર હતો. તેની સામે યુપી અને દિલ્હીમાં લૂંટ અને હત્યાના અડધો ડઝન કેસ નોંધાયેલા છે.

(11:30 AM IST)