તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદશમાં હિમવર્ષા યથાવત રહેશે
બરફ વર્ષા અને તમીલનાડુ, કેરળ, પુડ્ડુચેરીમાં વરસાદથી લોકો પ્રભાવિત

નવી દિલ્હી,તા.૧૪ : સતત સૂકા તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા પરંતુ ગુરુવારે નીચલા વિસ્તારોમાં હિમવર્ષા શરુ થઈ છે. તેમજ હિમાચલના ઘણા વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. આ જ કારણ છે કે ઉત્તર ભારતમાં શિયાળાએ પોતાનું જોર બતાવ્યું છે. ગુજરાત, દિલ્હી-યુપીમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. તે જ સમયે, દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વરસાદ ખાબકી રહ્યો છે, આ રાજ્યોમાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે ધ્રુજાવી દે તેવી ઠંડી પડી છે. રાત્રે અને વહેલી સવારે જાણે કે ઠાર પડ્યો હોય તેવી કાતિલ ઠંડી અનુભવાઈ છે. આજે અમદાવાદમાં મહત્તમ પારો ૧ ડિગ્રી ગગડ્યો હતો અને ૨૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ પારો ૧૩.૩ ડિગ્રી નોંધાયો હતો જેના કારણે કડકડતી ઠંડી પડી હતી. રાજ્યમાં ૮ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
પહાડો પરથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે દિલ્હીમાં સતત બીજા દિવસે ઠંડીની લહેર જેવી સ્થિતિ જોવા મળી હતી અને લઘુત્તમ તાપમાનમાં પણ આગલા દિવસની સરખામણીએ ૦.૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. હવામાનશાષાીઓ માને છે કે ચોમાસાના માર્ગને અનુસરીને લગભગ બે અઠવાડિયાના વિલંબ સાથે ઠંડીનું વાતાવરણ પાછું આવશે. મતલબ કે જાન્યુઆરી પછી શિયાળાની શરૂઆત થઈ શકે છે.
સ્કાયમેટનું માનવું છે કે આગામી આઠ-દસ દિવસ સુધી અન્ય કોઈ ખલેલ થવાની નથી. હજુ પણ પર્વતોમાં હિમવર્ષા ચાલુ રહેશે. આના કારણે જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પヘમિ ઉત્તર પ્રદેશ સહિતના મેદાની રાજ્યોમાં તાપમાનમાં ત્રણ-ચાર દિવસ સુધી ઘટાડો ચાલુ રહેશે, પરંતુ હિમવર્ષાની અસર ઘટવા લાગતાં જ ઠંડા પવનો શરૂ થઈ જશે.
હવામાન વિભાગે દિલ્હી-યુપી ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કોલ્ડવેવ એલર્ટ જાહેર કર્યું છે. પંજાબના ૧૭ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ મેઘાલય, ત્રિપુરા અને મણિપુરમાં ધુમ્મસ રહેશે. દક્ષિણ તમિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે તામિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
