તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
ચેટ જીપીટી બનાવનાર કંપની સામે પ્રશ્નો કરનાર ભારતીય એન્જિનિયર ફ્લેટમાંથી મૃત મળ્યા
એન્જિનિયર લાંબા સમયથી તેમના ઘરની બહાર નીકળ્યા ન હતા અને તેમના મિત્રો-સહકાર્યકરોના ફોન કોલ્સનો પણ જવાબ આપતા ન હતા

સાન ફ્રાન્સિસ્કો, ૧૪ : ChatGPT બનાવનારી અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIના ૨૬ વર્ષીય ભૂતપૂર્વ રિસર્ચર સુચિર બાલાજી તેમના સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મળત હાલતમાં મળી આવ્યા હતા. સુચિરે તાજેતરમાં OpenAIની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ૨૬ નવેમ્બરે બની હતી અને ૧૪ ડિસેમ્બરે બહાર આવી છે.
અહેવાલો મુજબ, સુચિર બાલાજી લાંબા સમયથી તેમના ઘરની બહાર નીકળ્યા ન હતા, અને તેમના મિત્રો અને સહકાર્યકરોના ફોન કોલ્સનો પણ જવાબ આપતા ન હતા. જ્યારે સુચિરના મિત્રો અને સાથીદારો તેના ફ્લેટ પર પહોંચ્યા તો તેમને દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો. તેણે આ અંગે સાન ફ્રાન્સિસ્કો પોલીસને જાણ કરી હતી.
પોલીસે ફ્લેટનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે સુચિર બાલાજીનો મળતદેહ મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં કોઈ ગરબડીના પુરાવા મળ્યા નથી, પોલીસને શંકા છે કે તે આત્મહત્યા હોઈ શકે છે.
સુચિર બાલાજીએ આ વર્ષે ઓગસ્ટમાં OpenAIમાંથી રાજીનામું આપી દીધું હતું અને કંપની પર કોપીરાઈટ ઉલ્લંઘનના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમના મળત્યુની માહિતી બહાર આવ્યા બાદ ઘણી મોટી હસ્તીઓએ આヘર્ય વ્યક્ત કર્યું છે અને ઇન્ટરનેટ પર તેના વિશે કડક પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.
ટેસ્લાના CEO ઈલોન મસ્કએ Hmmm સાથે અહેવાળ પર પ્રતિક્રિયા આપી, અને બીજું કંઈ લખ્યું નહીં. સુચિર બાલાજીએ જાહેરમાં OpenAI પર તેના જનરેટિવ AI પ્રોગ્રામ, ChatGPTને તાલીમ આપવા માટે યોગ્ય કાનૂની પ્રક્રિયાને અનુસર્યા વિના કૉપિરાઇટ મટિરિયલનો ઉપયોગ કરવાનો આરોપ મૂકયો હતો. તેમણે કહ્યું હતું કે, ChatGPT જેવી ટેક્રોલોજી ઇન્ટરનેટને નુકસાન પહોંચાડી રહી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
