News of Saturday, 14th December 2024
વોલમાર્ટના માલિક વોલ્ટન પરિવારે વિશ્વના સૌથી ધનિક પરિવારમાં સ્થાન મેળવ્યું
કુલ સંપત્તિ $૪૩૨.૪ બિલિયન સુધી પહોંચીઃ વોલ્ટન પરિવાર વોલમાર્ટમાં ૪૬ ટકા હિસ્સો ધરાવે છે

નવી દિલ્હી, તા.૧૪: વોલમાર્ટના માલિક વોલ્ટન પરિવારે ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક પરિવારોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બ્લૂમબર્ગની ‘વિશ્વના સૌથી ધનિક પરિવારો ૨૦૨૪'ની યાદી અનુસાર, વોલ્ટન પરિવારની કુલ સંપત્તિ $૪૩૨.૪ બિલિયન સુધી પહોંચી ગઈ છે. આ આંકડો વિશ્વના સૌથી ધનાઢય વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિ અને મધ્ય-પૂર્વના ઘણા શાહી પરિવારોની સંયુક્ત સંપત્તિ કરતાં વધુ છે. વોલમાર્ટનો પાયો સેમ વોલ્ટન દ્વારા નાખવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૯૨માં તેમનું અવસાન થયું હતું. હાલમાં તેમના બાળકો જીમ વોલ્ટન, રોબ વોલ્ટન અને એલિસ વોલ્ટન વોલમાર્ટનું સંચાલન કરી રહ્યા છે. વોલ્ટન પરિવાર વોલમાર્ટમાં ૪૬ ટકા હિસ્સો ધરાવે છે.
વોલમાર્ટ વિશ્વની સૌથી મોટી રિટેલર છે જેણે ગયા નાણાકીય વર્ષમાં $૬૪૮.૧ બિલિયનની આવક મેળવી છે. આ વર્ષે વોલમાર્ટના શેરમાં ૮૦%નો વધારો થયો છે, જેના કારણે પરિવારની સંપત્તિમાં $૧૭૨.૭ બિલિયનનો વધારો થયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, વોલ્ટન પરિવાર દરરોજ લગભગ $૪૭૩.૨ મિલિયન અને દર મિનિટે $૩,૨૮,૫૭૭ કમાણી કરી રહયું છે. વોલમાર્ટ વિશ્વભરમાં ૧૦,૬૦૦ થી વધુ સ્ટોર્સ ધરાવે છે. વોલ્ટન પરિવારની આ સિદ્ધિ વોલમાર્ટની સતત સફળતા દર્શાવે છે. શેરના ભાવમાં વધારો અને મજબૂત આવકે તેને વૈશ્વિક અમીરોની યાદીમાં ટોચ પર રાખ્યો છે.
વોલમાર્ટ વિશ્વની સૌથી મોટી રિટેલર છે જેણે ગયા નાણાકીય વર્ષમાં $૬૪૮.૧ બિલિયનની આવક મેળવી છે. વોલમાર્ટના માલિક વોલ્ટન પરિવારને વિશ્વના સૌથી ધનિક પરિવારનો ખિતાબ મળ્યો છે.
૨ જુલાઈ, ૧૯૬૨ના રોજ, વોલમાર્ટના સ્થાપક સેમ વોલ્ટને અરકાનસાસ (અમેરિકા)માં બિઝનેસમાં પ્રવેશ કર્યો. આ દિવસે સેમે તેનો પહેલો સ્ટોર ખોલ્યો. આજે આ સ્થળ મ્યુઝિયમમાં ફેરવાઈ ગયું છે. સેમ વોલ્ટનનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. પરિવારમાં પૈસાની તંગી હતી. સેમ વોલ્ટને નાની ઉંમરે જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે ખેતીવાડી કરી, દૂધ વેચ્યું અને થોડો સમય અખબારો વેચ્યા. આ પછી તેણે એક સ્ટોરમાં સેલ્સમેન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ, સ્ટોર માલિકને તેનું કામ પસંદ ન આવ્યું અને તેને નોકરીમાંથી કાઢી મૂકયો.
સેમ વોલ્ટનનો બિઝનેસ ઝડપથી વિસ્તર્યો અને પાંચ વર્ષમાં તેણે ૨૪ સ્ટોર ખોલ્યા. કંપનીનો નફો વધીને $૧૨.૭ મિલિયન થયો. વોલમાર્ટે સમગ્ર દેશમાં સ્ટોર્સ ખોલવાનું લક્ષ્ય નક્કી કર્યું, ૧૯૮૮ માં, વોશિંગ્ટન, મિઝોરીમાં પ્રથમ વોલમાર્ટ સુપરસેન્ટર ખોલવામાં આવ્યું. ૧૯૯૦ સુધીમાં, વોલમાર્ટ અમેરિકાની નંબર-૧ રિટેલર બની ગઈ હતી.
વોલમાર્ટે ૨૦૦૭માં ભારતી એન્ટરપ્રાઈઝના સહયોગથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. બંનેએ ૨૦ સુપરસ્ટોર ખોલ્યા. પરંતુ બંને ૨૦૧૩માં અલગ થઈ ગયા હતા. ૨૦૧૮માં ફિ્લપકાર્ટે વોલમાર્ટના ૭૭ ટકા શેર ખરીદ્યા હતા. ૨૦૨૦ માં, ફિ્લપકાર્ટે વોલમાર્ટનો જથ્થાબંધ બિઝનેસ ખરીદ્યો અને તેનું નામ ફિ્લપકાર્ટ હોલસેલ રાખ્યું
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
