<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

સોનાની કિંમતમાં વર્ષ 2024માં 30 ટકાનો ઉછાળો :વર્ષ 2025 માટે કેવું રહેશે ? :જાણો શું છે આઉટલૂક

જાણો વર્ષ 2025 માટે સોનાની કિંમતને લઈ ગોલ્ડમૅન સૅશને મોટી આગાહી

મુંબઈ :સોનાની કિંમતમાં વર્ષ 2024માં 30 ટકાનો રેકોર્ડ બ્રેક વૃદ્ધિ થઈ છે. તે સાથે જ સોનાએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના તાજેતરના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. અહેવાલ પ્રમાણે આ વર્ષે સોનાની કિંમતમાં નવેમ્બર મહિના સુધીમાં રૂપિયા 7,300નો વધારો થયો છે.

અહેવાલ પ્રમાણે વર્ષ 2024માં વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં વધારો થવા પાછળ મુખ્યત્વે મધ્યસ્થ બેન્કો તરફથી થઈ રહેલી સતત ખરીદી તથા રોકાણકારો તરફથી મળી રહેલું સમર્થન મુખ્ય કારણરૂપ છે. આ દરમિયાન વર્ષ 2025 માટે પણ સોનાની કિંમતને લઈ આગાહી કરવામાં આવી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના અહેવાલ પ્રમાણે જો આપણે GDP,પાક ઉત્પાદન અને ફુગાવા જેવા મુખ્ય પરિબળો પર નજર કરીએ તો વર્ષ 2025 સોના માટે સકારાત્મક વર્ષ હશે. જો કે,વર્ષ 2024ની જેમ કિંમતોમાં વધારો થાય તેવી શક્યતા નહીંવત છે.

જો વધારો થશે તો તે વિશ્વભરની મધ્યસ્થ બેંકોની ખરીદીને કારણે હશે. તે જ સમયે કેન્દ્રીય બેંકોની નાણાકીય નીતિની અસર પણ જોવા મળશે.આ ઉપરાંત સોનાના બજારમાં ચીનનું યોગદાન નોંધપાત્ર રહેશે.

ગોલ્ડમૅન સૅક્સને અપેક્ષા છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સોનાના ભાવ 3,150 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચશે, જે વર્તમાન સ્તરો કરતાં લગભગ 17 ટકા વધારે છે. તેમનું માનવું છે કે આ ભાવ વધારાનો મોટો હિસ્સો વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોની ઊંચી માંગ તેમજ USની નાણાકીય સ્થિરતા અને વેપાર તણાવ/યુદ્ધો અંગેની ચિંતાને કારણે હશે. UBS વિશ્લેષકો પણ ડિસેમ્બર 2025 સુધીમાં સોનાના ભાવ 2,900 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે.

હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ઔંસ દીઠ 2.72 ડોલરથી વધુ છે.આ કારણે ભારતીય બજારમાં સોનાની કિંમત રૂપિયા 80,000 પ્રતિ 10 ગ્રામને પાર થઈ ગઈ છે.

(6:26 PM IST)