તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
ઈન્દિરા ગાંધીએ વીર સાવરકરના કર્યા હતા વખાણ : રિજિજુએ 44 વર્ષ જૂનો પત્ર શેર કરી રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
કિરન રિજિજુ ટ્વિટ કરીને કહ્યું કે રાહુલ સંસદમાં ખોટુ બોલ્યા :તેમણે ઈન્દિરા ગાંધીનો 44 વર્ષ જૂનો એક પત્ર રજૂ કર્યો અને કહ્યું કે આ દસ્તાવેજ રાહુલ ગાંધીજી માટે છે,

નવી દિલ્હી :કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે સંસદમાં બંધારણ અંગે ચર્ચા સમયે ભાજપ પર નિશાન સાંધ્યું હતું. રાહુલ ગાંધીએ વીર સાવરકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે આપણા બંધારણ પર પ્રશ્ન સર્જ્યો હતો અને કહ્યું હતું કે તેમાં કંઈ પણ ભારતીય નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ સાવરકરને જ પોતાના આદર્શ માની રહ્યું છે તો શું તેમને પણ પોતાનું નિવેદન માનશે. રાહુલના નિવેદન પર ભાજપને નેતા અને સંસદ સંબંધિત કાર્યોના પ્રધાન કિરન રિજિજુએ નિશાન સાંધ્યું હતું.
રાહુલ ગાંધીના નિવેદન બાદ કિરન રિજિજુ ટ્વિટ કરીને કહ્યું કે રાહુલ આજે સંસદમાં ખોટુ બોલ્યા છે. તેમણે ઈન્દિરા ગાંધીનો 44 વર્ષ જૂનો એક પત્ર રજૂ કર્યો હતો અને કહ્યું કે આ દસ્તાવેજ રાહુલ ગાંધીજી માટે છે, કારણ કે તેમણે લોકસભામાં વીર સાવરકર તથા ઈન્દિરા ગાંધી અંગે એક ખોટુ નિવેદન આપ્યું હતું.
રિજિજુ દ્વારા રજૂ કરવામાં આવેલા પત્રમાં ઈન્દિરા ગાંધીએ વીર સાવરકરની જયંતી પર તેમને ભારતના મહાન પુત્ર કહ્યા હતા. આ પત્ર વર્ષ 1980નો છે.
હકીતમાં રાહુલના ભાષણ વચ્ચે ભાજપના નેતા નિશિકાંત દુબેએ કહ્યું કે ઈન્દિરા ગાંધીએ પોતે વીર સાવરકરની પ્રશંસા કરી હતી. આ અંગે રાહુલે કહ્યું હતું કે એક વખત જ્યારે તેમણે દાદી ઈન્દિરા ગાંધીને વીર સાવરકર અંગે પૂછ્યું હતું તો તેમણે કહ્યું હતું કે સાવરકરે જેલની બહાર નિકળવા માટે અંગ્રેજોની માફી માગી હતી.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
