<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

પીએમ આવાસ યોજના હેઠળ 1 કરોડ નવા ઘરો માટે અરજી મંગાવવાની પ્રક્રિયા શરૂ

જાણો કઈ રીતે કરવી અરજી : ક્યાં ક્યાં દસ્તાવેજો અરજી કરવા માટે જરૂરી: સમજો સમગ્ર પ્રક્રિયા

નવી દિલ્હી : પીએમ મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકાર PM આવાસ યોજના 2.0  રજૂ કરી રહી છે. તેમાં લોકોને ઘર તૈયાર કરવા માટે આર્થિક સહાયતા આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા (EWS) તથા મધ્યમ વર્ગના પરિવારો માટે 9 ઓગસ્ટ 2024ને કેન્દ્રીય મંત્રીમંડળે PMAY 2.0ને મંજૂરી આપી હતી.

આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રતિ યુનિટ રૂપિયા 2.30 લાખ મંજૂર કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી.

85.5 લાખથી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે.આ યોજના ભારતભરમાં વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે જેમ કે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન (BLC),એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP),એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARH) અને વ્યાજ સબસિડી સ્કીમ (ISS). પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.

આ દસ્તાવેજો અરજી કરવા માટે જરૂરી છે:

અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો ,અરજદારનું સક્રિય બેંક ખાતું,આધાર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ,આવક પ્રમાણપત્ર,જાતિ પ્રમાણપત્ર,જમીનના દસ્તાવેજો (જો તમે તમારી જમીન પર બાંધકામ માટે નાણાકીય સહાય માટે અરજી કરી રહ્યા હોવ તો)

PMAY (અર્બન) 2.0 માટે આ રીતે અરજી કરો:

પગલું 1: PM આવાસ યોજના 2.0 માટે અરજી કરવા માટે,પહેલા સત્તાવાર વેબસાઇટ https://pmay-urban.gov.in/ પર જાઓ.
પગલું 2: વેબસાઇટ ખોલ્યા પછી, “Apply for PMAY-U 2.0” આઈકોન શોધો અને તેના પર ક્લિક કરો.
પગલું 3: યોજનાની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને આગળ વધો.
પગલું 4: તમારી વાર્ષિક આવક સહિત વિનંતી કરેલ વિગતો આપીને તમારી પાત્રતા એટલે કે એલિજીબિલીટ તપાસો.
પગલું 5: ચકાસણી માટે તમારી આધાર વિગતો દાખલ કરો.
પગલું 6: ચકાસણી પછી, સરનામું અને આવકના પુરાવા જેવી વિગતો સાથે નોંધણી ફોર્મ ભરો.
પગલું 7: ફોર્મ સબમિટ કરો અને તમારી અરજીની સ્થિતિની રાહ જુઓ.

(8:05 PM IST)