<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

દુબઈમાં અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા

તાપમાનમાં ઘટાડો થશે:ઠંડીનું જોર રહેશે

દુબઈ: આ સપ્તાહના અંતમાં પ્રવાસનું આયોજન કરી રહ્યાં છો? તમારી સાથે ગરમ કપડાં રાખો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સપ્તાહના અંતમાં તાપમાન વધુ ઘટશે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રની સપ્તાહાંતની આગાહી અનુસાર,આવતીકાલે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.

48 કલાક યુએઈમાં અંશતઃ વાદળછાયું આકાશ રહેવાની અપેક્ષા છે, જ્યારે દેશના પૂર્વી અને ઉત્તરીય ભાગોમાં, મુખ્યત્વે ફુજૈરાહ અને રાસ અલ ખાઈમાહ પર હળવો વરસાદ પડશે.

લઘુત્તમ તાપમાન 15 થી 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે અને મહત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જે સમગ્ર દેશમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો છે.

જોરદાર પવન ક્યારેક ધૂળવાળુ વાતાવરણ પેદા કરી શકે છે અને રવિવારની રાત્રિ સુધીમાં ભેજમાં વધારો થવાથી સોમવારે સવારે કેટલાક આંતરિક વિસ્તારોમાં ધુમ્મસ થઈ શકે છે.

(9:50 PM IST)