<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

અતુલ સુભાષ બાદ હવે બેંગલુરુમાં પોલીસકર્મીની આત્મહત્યા :સુસાઈડ નોટમાં લખ્યું- પત્ની અને સસરા હેરાન કરતા હતા

બેંગલુરુ પોલીસના એક હેડ કોન્સ્ટેબલે તેની પત્ની અને સાસરિયા પર ઉત્પીડનનો આરોપ લગાવ્યા બાદ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી

બેંગલુરુ પોલીસના એક હેડ કોન્સ્ટેબલે તેની પત્ની અને સાસરિયા પર ઉત્પીડનનો આરોપ લગાવ્યા બાદ શુક્રવારે રાત્રે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે શનિવારે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે હુલિમાવુ પોલીસ સ્ટેશનમાં તૈનાત ટિપ્પન્ના તેની શિફ્ટ પૂરી કરીને ઘરે પરત ફર્યા

    ટિપન્ના ઘરે પરત ફર્યા બાદ ટિપન્ના અને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એવું માનવામાં આવે છે કે આ કારણોસર તેણે જીવનનો અંત લાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તિપ્પન્નાએ કન્નડમાં એક સુસાઈડ નોટ છોડી છે, જેમાં તેણે તેની પત્ની અને સાસરિયા પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

  આ નોટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે 12 ડિસેમ્બરે સાંજે 7.26 વાગ્યે તેના સસરાએ તેને ધમકી આપી હતી. તેને કહ્યું કે કાં તો મરી જાઓ અથવા મારી નાખો જેથી તેની પુત્રી શાંતિથી જીવી શકે. ટિપ્પન્નાના લગ્ન 2021માં થયા હતા. તેને કોઈ સંતાન નથી. પોલીસે જણાવ્યું કે પત્ની સાથેના વિવાદ બાદ તિપન્નાએ ઘર છોડીને જીવનનો અંત આણ્યો હતો.

   રેલવે અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સુસાઈડ નોટ અને પ્રાથમિક તપાસના આધારે, તિપન્નાની પત્ની અને સસરા વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં આત્મહત્યા માટે ઉશ્કેરણી અને ફોજદારી ધમકીનો સમાવેશ થાય છે.

   બેંગલુરુમાં એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા બાદ આ મામલો સામે આવ્યો છે. અતુલે તાજેતરમાં જ તેની છૂટા પડી ગયેલી પત્ની અને તેના પરિવાર પર હેરાનગતિનો આરોપ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

   મહારાષ્ટ્રના નાગપુરના એક ગામમાં રેલવે પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે રોશન મનોહર ગિરહેપુંજેએ વાડેગાંવ કાલે ગામમાં નાયલોનની દોરડાનો ઉપયોગ કરીને ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી

   અધિકારીએ જણાવ્યું હતું કે, "રોશન 7 ડિસેમ્બરે કામ પર ગયો હતો પરંતુ ઘરે પાછો આવ્યો ન હતો. તેના સંબંધીઓએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અમે માનીએ છીએ કે તેણે બે-ત્રણ દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. સ્થળ પરથી તેની મોટરસાઇકલ મળી આવી હતી." અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે .

(11:06 PM IST)