News of Saturday, 14th December 2024
વન નેશન વન ઇલેક્શન આ સંઘીય માળખાને નબળું પાડી રહ્યું છે:મહેબૂબા મુફ્તીની પ્રતિક્રિયા
તેમણે કહ્યું, 'દુર્ભાગ્યવશ એનડીએ સરકાર ભારતના બંધારણને દિવસેને દિવસે નષ્ટ કરી રહી છે

જમ્મુ-કાશ્મીર પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ 'વન નેશન-વન ઈલેક્શન' પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'દુર્ભાગ્યવશ એનડીએ સરકાર ભારતના બંધારણને દિવસેને દિવસે નષ્ટ કરી રહી છે. ભારત એક સંઘીય દેશ છે. અહીં ફેડરલ માળખું છે. વન નેશન વન ઇલેક્શન આ સંઘીય માળખાને નબળું પાડી રહ્યું છે. તેઓ 2047ની વાત કરે છે પરંતુ આગળ વધવાને બદલે પાછળ જઈ રહ્યા છે. તેઓ અમને એ જ સરમુખત્યારશાહી તરફ પાછા લઈ જવા માંગે છે, જે મને બહુ ખોટું લાગે છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
