હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'વન નેશન, વન ઇલેક્શન' બિલ આવતીકાલે રજૂ થશે નહીં : બિલ મંગળવાર કે બુધવારે રજૂ થાય તેવી સંભાવના
આ બિલમાં 2034 પછી એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ છે

નવી દિલ્હીઃ 'વન નેશન, વન ઇલેક્શન' બિલ આવતીકાલે એટલે કે સોમવારે (16 ડિસેમ્બર 2024) લોકસભામાં રજૂ કરવામાં આવશે નહીં. તેને સંસોધન કાર્યસૂચીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. અગાઉ શુક્રવારે (13 ડિસેમ્બર 2024) જાહેર કરાયેલા એજન્ડામાં એવું કહેવામાં આવ્યું હતું કે તેને સોમવારે લોકસભામાં મૂકવામાં આવશે. પરંતુ હવે આ બિલ સોમવારે લોકસભામાં રજૂ થશે નહીં. જો કે, હજુ પણ કારણ સ્પષ્ટ નથી કે શા માટે સરકારે સોમવારે બિલ ન લાવવાનું નક્કી કર્યું અને હવે આ બિલ કયા દિવસે લાવવામાં આવશે?
એવું માનવામાં આવે છે કે સોમવાર અને મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થવાની છે, જ્યાં વિપક્ષ અધ્યક્ષ વિરુદ્ધ આક્રમક છે અને અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. સરકાર અને ભાજપ પણ કોંગ્રેસ અને વિપક્ષ પર આક્રમક રહેશે, તેથી માનવામાં આવે છે કે તે ચર્ચા પરથી ધ્યાન ન હટાવવા માટે સોમવારના એજન્ડામાંથી બિલને હટાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ સોમવારે બપોરે 3 વાગ્યા સુધી રાયપુરમાં છે.
એવી શક્યતા છે કે 'વન નેશન, વન ઇલેક્શન' બિલને મંગળવારે કે બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે પૂર્ણ થશે. મોદી કેબિનેટે 12 ડિસેમ્બરે ''વન નેશન, વન ઇલેક્શન' બિલને મંજૂરી આપી હતી. આ બિલમાં 2034 પછી એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ છે.
'વન નેશન, વન ઇલેક્શન' (One Nation One Election) પર વિચારણા કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ કહ્યું કે 32 રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું, જ્યારે 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો. આ ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) કરી હતી. રામનાથ કોવિંદે ઓક્ટોબરમાં 7મા લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ લેક્ચર દરમિયાન કહ્યું હતું કે 15 વિરોધી પક્ષોમાંથી ઘણાએ અગાઉ કયારેકને ક્યારેક 'વન નેશન, વન ઇલેક્શન'ના વિચારને સમર્થન આપ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
