હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 15th December 2024
ઓડિશાના કટકમાં મોટો ગેટ તૂટી પડ્તા ત્રણેક ડઝન લોકો ઈજાગ્રસ્ત: છ ગંભીર

ગઈકાલે શનિવારે રાત્રે ઓડિશાના કટકમાં લોક નાટ્ય શોના સ્થળે મોટો ગેટ તૂટી પડ્તા મહિલાઓ અને બાળકો સહિત ત્રણેક ડઝન લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના સાલેપુર વિસ્તારના રાયસુનગુડા ખાતે બની હતી,
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છ લોકોને કટકની એસસીબી મેડિકલ કોલેજ - હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકો ગેટ ઉપરના લોખંડના સ્ટ્રક્ચર પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાયેલ
મળતી વિગતો મુજબ રાજા રાની જાત્રાની ટીમ શુક્રવારથી રાયસુનગુડામાં પ્રદર્શન કરી રહી હતી, શોના બીજા દિવસે શનિવારે રાત્રે આ અકસ્માત થયો હતો.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
