<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

ઉત્તર ભારતમાં બર્ફીલા પવનોને કારણે અનેક રાજ્યો બન્યા ઠંડા

ઉત્તર ભારતમાંથી આવતા સતત બર્ફીલા પવનોને કારણે દિલ્હી, યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઠંડીનું જોર વધ્યુ: આગામી દિવસોમાં ગાઢ ધુમ્મસ પણ વધશે

નવી દિલ્લી: આજનું હવામાન ઉત્તર ભારતમાંથી આવતા બર્ફીલા પવનોની અસરને કારણે દિલ્હી, યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શિયાળાની તીવ્રતા વધુ ગંભીર બની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળશે. હવામાન વિભાગે શુક્રવાર અને શનિવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં કોલ્ડવેવની ચેતવણી આપી હતી. 

ગુજરાતનું હવામાન

આવનારા દિવસોમાં ગુજરાતમાં સિંગલ ડિજીટમાં ઠંડી જોવા મળશે. ઠંડી સાથે પવનની સ્પીડ વધારે છે. 15 તારીખથી ચાર દિવસ માટે પવનની સ્પીડ થોડી ઘટશે. પવનની દિશા પણ બદલાઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં પણ ડિસેમ્બર કરતા વધારે ઠંડી પડશે તેવી સંભાવના છે. 21 થી 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠા પડવાની પણ શક્યતા છે. 

જમ્મુ-કાશ્મીર ઠંડીનો પ્રકોપ

ઠંડીની તીવ્રતા સતત વધી રહી છે. દિવસ દરમિયાન તડકો પડવાને કારણે ઠંડીમાં પરેશાની થાય તેવું જણાતું નથી. હવામાન કેન્દ્ર, શ્રીનગર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 20 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે અને સૂકી ઠંડીનો પ્રકોપ વધશે. હિમાચલના ઊંચા વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં આગામી દિવસોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. 

 

(12:37 PM IST)