News of Sunday, 15th December 2024
યુપીના સંભલમાં 46 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું : સવારથી જ ભક્તોની કતાર લાગી
મંદિર વર્ષોથી ઘરની અંદર બંધ હતું, આ મંદિર મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાં આવેલું છે: આ મંદિરમાં શિવ-હનુમાનજીની મૂર્તિ આવેલ છે

નવી દિલ્હીઃ યુપીના સંભલમાં શનિવારે એક 46 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું હતું. આ મંદિરમાં આજે સવારથી જ ભક્તોની કતાર લાગી છે. સવારની આરતી વખતે મોટી સંખ્યામાં ભક્તો ત્યાં હાજર રહ્યા હતા.
યુપીના સંભલમાં એક જૂનું મંદિર મળી આવ્યું છે. આ મંદિર વર્ષોથી ઘરની અંદર બંધ હતું. આ મંદિર મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાં આવેલું છે. આ મંદિરની વાત કરીએ તો તે 46 વર્ષ જૂનું છે. આ મૂળભૂત રીતે એક શિવ મંદિર છે, જેની અંદર શિવલિંગની સાથે હનુમાનજીની મોટી પ્રતિમા છે. આ મંદિરની શોધ શનિવારે કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જ તેની સફાઈ કરવામાં આવી હતી. આરતી પણ કરવામાં આવી હતી. આજે એટલે કે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો આ મંદિર પહોંચ્યા છે, અને ત્યાં પૂજા કરવામાં આવી રહી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
