<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

અમેરિકાની મેમ્ફિસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરતી મુળ ભારતની વંદના પરિમાલાનું માર્ગ અકસ્‍માતમાં કમકમાટી ભર્યુ મોત

- અન્ય બે વિદ્યાર્થીઓ પવન અને નિકિત પણ ઘાયલ થયા હતાઃ એકની હાલત ગંભીર: મૃતકની ઓળખ નાગા શ્રી વંદના પરિમાલા (26) તરીકે થઈ છે, જે આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાની રહેવાસી હતી. બિઝનેસમેનની પુત્રી વંદના વર્ષ 2022માં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા ગઈ હતી

નવી દિલ્‍હીઃ  વંદના અમેરિકાની મેમ્ફિસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરતી હતી. આ અકસ્માતમાં વંદનાએ જીવ ગુમાવ્યો હતો, અન્ય બે વિદ્યાર્થીઓ પવન અને નિકિત પણ ઘાયલ થયા હતા.
અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં અન્ય બે ભારતીય વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસ વિસ્તારમાં શુક્રવારે મધ્યરાત્રિએ એક વાહને કારને ટક્કર મારી હતી. જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલા ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું.
મૃતકની ઓળખ નાગા શ્રી વંદના પરિમાલા (26) તરીકે થઈ છે, જે આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાની રહેવાસી હતી. બિઝનેસમેનની પુત્રી વંદના વર્ષ 2022માં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા ગઈ હતી. વંદના અમેરિકાની મેમ્ફિસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરતી હતી. આ અકસ્માતમાં વંદનાએ જીવ ગુમાવ્યો હતો, અન્ય બે વિદ્યાર્થીઓ પવન અને નિકિત પણ ઘાયલ થયા હતા. બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તપાસમાં જાણવા મળ્યું કે એક વાહને કાબૂ ગુમાવ્યો અને કાર સાથે અથડાઈ, પરિણામે વંદનાનું મોત થયું.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતની અનેક ઘટનાઓ સામે આવી છે. ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકામાં અભ્યાસ કરવાનું સપનું હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સપનું દુઃસ્વપ્ન બની રહ્યું છે. આ વર્ષે એપ્રિલ સુધી જ અમેરિકામાં 11 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા અને હવે આ આંકડો નોંધપાત્ર રીતે વધી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં ભણતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાંથી 25 ટકા એટલે કે લગભગ 2,75,000 વિદ્યાર્થીઓ ભારતીય છે.

(3:54 PM IST)