હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે LICએ મહિલાઓ માટે લોંચ કરી સ્પેશિયલ સ્કીમ, દર મહિને મળશે પૈસા
બીમા સખી યોજનાનો લક્ષ્યાંક છે કે એક વર્ષની અંદર 1,00,000 બીમા સખી સામેલ થાય.

નવી દિલ્હી : ભારતીય જીવન વિમા નિગમ (LIC) દરેક વર્ગ માટે ઈન્શ્યોરન્સ પોલિસી રજૂ કરી છે. હવે LICએ મહિલાઓ માટે સ્પેશિયલ સ્કીમ પણ રજૂ કરી છે. આ સ્કીમની વિશેષતા એ છે કે તેમા દર મહિને મહિલાઓને પૈસા મળે છે. આમ તો આ યોજનાની શરૂઆત પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. અમે તમે આ સ્કીમ અંગે માહિતી આપી રહ્યા છે.
આ યોજનાનું નામ બીમા સખી છે. આ યોજના મહિલાઓને સશક્ત કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે.
બીમા સખી યોજનાનો લક્ષ્યાંક છે કે એક વર્ષની અંદર 1,00,000 બીમા સખી સામેલ થાય. આ યોજનાના માધ્યમથી ગ્રામીણ મહિલાઓ વિમા એજન્ટ (Insurace Agent)બનશે.
LICની બીમા સખી યોજના કે જ્યા એક બાજુ મહિલાઓને કમાણી કરવાની તક આપી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ઈન્સ્યોરન્સને લઈ જાગૃત્તિ વધારવામાં મદદ મળશે. આ યોજનાથી ભારતના વંચિત ક્ષેત્રોમાં પણ ઈન્શ્યોરન્સની પહોંચ બની જશે.
LICની આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને સશક્ત કરવાનો અને મહિલાઓને રોજગારી આપવાનો છે. તેમાં એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે અને જેઓ ઓછામાં ઓછા 10મા ધોરણ પાસ છે. LICએ એક વર્ષમાં 100,000 બીમા સખીઓ અને ત્રણ વર્ષમાં 200,000 બીમા સખીઓને લિસ્ટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ યોજનામાં સામેલ સખીને પોલિસી વેચવા પર કમીશન મળશે. તે ઉપરાંત શરૂઆતના ત્રણ વર્ષમાં તેમને ફિક્સ્ડ સ્ટાઈપેન્ડ મળશે.
LIC મહિલાઓને શરૂઆતમાં રૂપિયા 7,000નો પગાર મળશે. પહેલા વર્ષમાં તમને દર મહિને રૂપિયા 7,000 મળશે.ત્યારબાદ બીજા વર્ષે આ રકમ વધીને રૂપિયા 6,000 થઈ જશે. એવી જ રીતે ત્રીજા વર્ષે આ રકમ રૂપિયા 5,000 થઈ જશે. જો મહિલા ટાર્ગેટ પૂરો કરશે તો તેને વધારાનું કમિશન પણ મળશે. યોજનાની શરૂઆતમાં મહિલાઓને ત્રણ વર્ષ માટે વિશેષ તાલીમ અને નાણાકીય શિક્ષણ પણ મળશે.
કેવી રીતે અરજી કરવી?
18 થી 50 વર્ષની વયની મહિલાઓ અરજી કરી શકે છે.આ માટે અરજી કરવા માટે ઓછામાં ઓછું 10મું પાસ હોવું જરૂરી છે.આ યોજનામાં ગ્રામીણ મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે LIC એજન્ટ અને કર્મચારીઓના સંબંધીઓ અયોગ્ય નથી. LIC પોર્ટલની મુલાકાત લઈને સરળતાથી અરજી કરી શકાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
