હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશિયાથી ક્રુડ ઓઈલની આયાતમાં અઢી વર્ષનો સૌથી મોટો ઘટાડો:જાણો ભારતે શા માટે ખરીદીમાં કાપ મુક્યો
આયાતમાં નવેમ્બર મહિના દરમિયાન 55 ટકા જેટલો મોટો ઘટાડો થયો

નવી દિલ્હી : રશિયાથી ભારત દ્વારા જે ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી રહી છે તેમાં ઘટાડો થયો છે. નવેમ્બર મહિનામાં આયાત જૂન 2022 બાદ સૌથી ઓછી રહી છે. આ માહિતી સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એર એટલે કે CERA દ્વારા રજૂ કરવામાં આવી છે. CERA એક યુરોપિયન થિંક ટેન્ક છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રશિયામાંથી ભારત દ્વારા જે ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી રહેલી આયાતમાં નવેમ્બર મહિના દરમિયાન 55 ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. નવેમ્બર મહિનામાં ભારત દ્વારા આયાત કરવામાં આવતા કૂલ ક્રુડ ઓઈલની આયાતમાં ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનાની તુલનામાં ક્રુડ ઓઈલની કૂલ આયાત 11 ટકા જેટલી ઘટી છે.
ક્રુડ ઓઈલની આયાત શા માટે ઘટી ;ભારતનો ક્રુડ ઓઈલનો સપ્લાઈ ઘટવા પાછળ મુખ્ય કારણ ક્રુડ ઓઈલ પર જે ડિસ્કાઉન્ટ મળતુ હતું તે ઓછું થયું તે છે. રશિયા સામાન્ય રીતે ભારતને ESOP અને SOKOL ગ્રેડનું ક્રુડ ઓઈલ નિકાસ કરે છે.
અહેવાલ પ્રમાણે ESPO ગ્રેડના ઓઈલ પર ભારતને જે ડિસ્કાઉન્ટ મળતુ હતું તે 15 ટકા ઘટી ગયું છે. જ્યારે SOKOL ગ્રેડ પર ડિસ્કાઉન્ટ 2 ટકા ઓછું થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પોતાનું વલણ અગાઉથી જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે તે ઈંધણ ત્યાંથી જ ખરીદશે કે જે દેશના હિતમાં રહેશે.
અલબત ઘટેલા આંકડાકીય સ્થિતિ વચ્ચે પણ રશિયા અને ભારત ક્રુડ ઓઈલમાં મોટા ભાગીદાર તરીકે યથાવત છે. CREAએ ચોક્કસ આંકડાકીય માહિતી જાહેર કર્યાં વગર એટલું કહ્યું છે કે ચીન રશિયાના ક્રુડ નિકાસમાં 47 ટકા હિસ્સેદારી ધરાવે છે. જ્યારે ભારત 37 ટકા હિસ્સેદારી સાથે બીજા સ્થાને છે. યુરોપિયન યુનિયન ફક્ત 6 ટકા તથા તુર્કી 6 ટકા ક્રુડ ઓઈલની ખરીદી કરી છે.
બીજી બાજુ ભારત માટે રશિયા સૌથી મોટો ખરીદદાર તરીકે છે, અને ત્યારબાદ ઈરાક અને સાઉદી અરેબિયાનો નંબર આવે છે.
આ સાથે ભારત રશિયા પાસેથી કોલસાની પણ ખરીદી કરે છે. નવેમ્બર મહિનામાં રશિયાથી નિકાસ કરવામાં આવેલા કૂલ કોલસા પૈકી 17 ટકા કોલસાની ભારતમાં નિકાસ થઈ હતી. જ્યારે ચીનમાં 46 ટકા કોલસાની નિકાસ થઈ હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
