<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

અલીગઢમાં મીટ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક: છ લોકોની હાલત ગંભીર : બચાવ કાર્ય ચાલુ

અલીગઢ જિલ્લાના દિલ્હી-કાનપુર હાઇવે પર તલાસપુર ગામમાં ફેર એક્સપોર્ટ મીટ ફેક્ટરીમાં અમાનિયા ગેસ લીક:રાહત કાર્ય શરૂ

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. જિલ્લાના દિલ્હી-કાનપુર હાઈવે પર તલાસપુર ગામમાં આવેલી ફેર એક્સપોર્ટ મીટ ફેક્ટરીમાં રવિવારે સાંજે અમાનિયા ગેસ લીક થયો હતો. જેના કારણે કારખાનામાં કામ કરતા 6 લોકો બેભાન થઈ ગયા છે જેમાં એક પુરુષ અને પાંચ મહિલા છે. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ રાહત કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.


 

(10:16 PM IST)