હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 15th December 2024
મહિલા સુરક્ષા પર AAPની મહિલા અદાલતમાં કેજરીવાલ સાથે અખિલેશ યાદવ પણ ભાગ લેશે
કાલે દિલ્હીમાં કથળતી કાયદો અને વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે મહિલા અદાલતનું આયોજન

નવી દિલ્હી : દિલ્હીમાં કાયદો વ્યવસ્થા પર આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સહીત અનેક નેતાઓ કેન્દ્ર સરકાર પર દોષારોપણ કરતા રહ્યા છે તેવામાં આમ આદમી પાર્ટી (AAP) આવતીકાલે દિલ્હીમાં કથળતી કાયદો અને વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે મહિલા અદાલતનું આયોજન કરશે
આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ ભાગ લેશે. પાર્ટીનું કહેવું છે કે આ કોર્ટ મહિલાઓની સુરક્ષા અને ન્યાય માટે તેમની ચિંતાઓને ઉજાગર કરવા માટેનું પ્લેટફોર્મ બનશે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
