<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

કરોડોની સંપત્તિના માલિક હતા તબલાવાદક ઝાકીર હુસૈન :પહેલા પર્ફોમન્સના માત્ર 5 રૂપિયા મળ્યા હતા

ઝાકિર હુસૈનના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા પણ જાણીતા તબલાવાદક હતા. ઝાકીરને તબલા વગાડવાનું કૌશલ્ય પિતા પાસેથી વારસામાં મળ્યું હતું. તેમણે પંડિત શિવ કુમાર પાસેથી સંગીત પણ શીખ્યું હતું.

નવી દિલ્હી : ભારતીય સંગીત માટે આજે શોકનો દિવસ છે. ખૂબ જ જાણીતા તબલા વાદક અને મ્યુઝિક કમ્પોઝર ઝાકિર હુસૈનનું આજે અવસાન થયું છે. તેમણે 73 વર્ષની ઉંમરે સાન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા હતા. અહીં તેમની સારવાર ચાલતી હતી. ઓચિંતા જ તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઝાકિર હુસૈનને હાર્ટ સંબંધિત બીમારી હતી. ઝાકિર હુસૈનના નામે 5 ગ્રેમી એવોર્ડ હતા અને તેમણે 12 ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ. હુસૈનને વર્ષ 1988માં પહ્મશ્રી, વર્ષ 2002માં પદ્મ ભૂષણ તથા વર્ષ 2023માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


ઝાકિર હુસૈને પોતાના અભિનયથી ઘણી સંપત્તિ કમાઈ છે. મીડિયા અહેવાલ પ્રમાણે, તેઓ લગભગ 10 લાખ ડોલર એટલે કે 9 કરોડ રૂપિયાની નેટવર્થના માલિક હતા. હુસૈન તેના એક કોન્સર્ટ માટે 5 થી 10 લાખ રૂપિયા લેતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાકિર હુસૈનને તેમના પહેલા પર્ફોમન્સ માટે ફક્ત 5 રૂપિયા મળ્યા હતા.

ઝાકિર હુસૈનના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા પણ જાણીતા તબલાવાદક હતા. ઝાકીરને તબલા વગાડવાનું કૌશલ્ય પિતા પાસેથી વારસામાં મળ્યું હતું. તેમણે પંડિત શિવ કુમાર પાસેથી સંગીત પણ શીખ્યું હતું. ઝાકિર હુસૈન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા.


ઝાકિર જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેને પહેલીવાર અમેરિકામાં પરફોર્મ કરવાની તક મળી હતી. ઝાકિરનું પહેલું આલ્બમ 'લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ'વર્ષ 1973માં રિલીઝ થયું હતું. ઝાકિર વર્ષ 1997માં ફિલ્મ સાઝમાં શબાના આઝમી સાથે જોવા મળ્યા હતા. તેમણે આ ફિલ્મમાં અભિનય કર્યો હતો.

ઝાકિર હુસૈનને પ્રિન્સટન યુનિવર્સિટીમાં હ્યુમેનિટીઝ કાઉન્સિલ દ્વારા ઓલ્ડ ડોમિનિયન ફેલો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર પણ હતા.

(11:46 PM IST)