<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

ભારતીય નૌકાદળના વડા 4 દિવસની મુલાકાતે ઈન્ડોનેશિયા જવા રવાના

દરિયાઈ ક્ષેત્ર સહિત બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવશે

ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી આજે ચાર દિવસની મુલાકાતે ઈન્ડોનેશિયા જવા રવાના થશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય દરિયાઈ ક્ષેત્ર સહિત બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાનો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એડમિરલ ત્રિપાઠી ઈન્ડોનેશિયાના સંરક્ષણ પ્રધાન અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સજાફરી સજામસોઉદ્દીન, ઈન્ડોનેશિયાના સશસ્ત્ર દળોના કમાન્ડર જનરલ અગસ સુબિયાન્ટો અને નેવી ચીફ એડમિરલ મુહમ્મદ અલી સહિત ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે વાતચીત કરશે.

(11:53 PM IST)