<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-તેલંગાણા-યુપી-ઉત્તરાખંડ-રાજસ્‍થાન-ઓડિશા-મહારાષ્‍ટ્રમાં શનિવાર સુધી ઠંડા પવન ફુંકાશે

સમગ્ર દેશમાં શીયાળો જામ્‍યોઃ ઓડીશાના રામતીર્થમાં ઠંડીએ ભુક્કા બોલાવ્‍યાઃ માઇનસ ૧૦ ડીગ્રી

નવી દિલ્‍હી તા. ૧૬ :.. પંજાબ, હરિયાણા અને ઓડિશા સહિત  રાજધાની દિલ્‍હીમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઓડિશાના મયુરભંજ જિલ્લાના રામતીર્થમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી નોંધાયું છે.હિમાચલ પ્રદેશ અને કાશ્‍મીર ખીણમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાથી તીવ્ર ઠંડીના મોજામાંથી થોડી રાહત મળી છે, પરંતુ મેદાની વિસ્‍તારોમાં તીવ્ર ઠંડી અને શીત લહેર ચાલુ છે.  હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે કે ઉત્તર-પヘુિમ ભારતમાં આગામી પાંચ દિવસ અને મધ્‍ય ભારતમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું મોજુ યથાવત રહેશે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર રવિવારે સવારે ૮-૩૦ વાગ્‍યા પહેલાના ૨૪ કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ રાજસ્‍થાન અને મધ્‍ય પ્રદેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું હતું. પヘમિ રાજસ્‍થાન, પヘમિ બંગાળના ગંગાના વિસ્‍તારો, ઉત્તર પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના અલગ-અલગ વિસ્‍તારો પણ સામાન્‍ય શીત લહેરની પકડમાં હતા. તેનાથી વિપરીત, જમ્‍મુ-કાશ્‍મીર અને હિમાચલ પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાયો હતો અને તેના કારણે લોકોને તીવ્ર ઠંડીથી થોડી રાહત મળી હતી.

શ્રીનગરમાં શનિવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ ૩.૪ ડિગ્રી હતું, જે આગલી રાતના માઈનસ ૪.૬ ડિગ્રી કરતાં થોડું સારું છે. પ્રવાસીઓના પ્રિય સ્‍થળ ગુલમર્ગમાં તાપમાનનો પારો માઈનસ ૩.૮ ડિગ્રી નોંધાયો હતો, જે આગલી રાત કરતાં ચાર ડિગ્રી વધુ છે. અમરનાથ યાત્રાના બેઝ કેમ્‍પ સાઈટ પહેલગામમાં પણ લઘુત્તમ તાપમાન માઈનસ ૪.૮ ડિગ્રી નોંધાયું હતું, જે આગલી રાત કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું.

સૂકા હવામાન અને લાંબા સમયથી વરસાદ ન થવાને કારણે શિમલામાં લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રીએ પહોંચી ગયું છે . બે દિવસમાં તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થયો છે. ૨૧મી ડિસેમ્‍બર સુધી હવામાન ચોખ્‍ખું રહેવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે તાપમાનનો પારો વધુ ઉંચકાઈ શકે છે. શિમલાના પર્યટન સ્‍થળ કુફરીમાં પણ લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું.

પંજાબના ફરિદકોટમાં તાપમાનનો પારો ૧ ડિગ્રી રહ્યો હતો અને લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. હરિયાણામાં હિસાર સૌથી ઠંડું હતું અને લઘુત્તમ તાપમાન ૧.૭ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. બંને રાજ્‍યો છેલ્લા કેટલાક દિવસોથી કોલ્‍ડવેવની ઝપેટમાં છે. ઘણી જગ્‍યાએ લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રીથી નીચે રહ્યું છે. ઉત્તર ભારતમાં સૌથી ગરમ રાજ્‍ય ગણાતા રાજસ્‍થાનમાં પણ તાપમાનનો પારો શૂન્‍યથી નીચે પહોંચી ગયો છે. ફતેહપુરમાં રવિવારે સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન શૂન્‍ય ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચુરુ, ભીલવાડા, સંગરિયા, પિલાની અને સિરોહીમાં પણ પારો ૫ ડિગ્રીથી નીચે રહ્યો હતો.ઠંડા પવનની ચેતવણી

હવામાન વિભાગે મધ્‍યપ્રદેશના કેટલાક વિસ્‍તારોમાં ૧૬ ડિસેમ્‍બર અને પૂર્વ રાજસ્‍થાનના કેટલાક વિસ્‍તારોમાં ૧૭ થી ૨૦ ડિસેમ્‍બર સુધી કોલ્‍ડવેવની ચેતવણી જારી કરી છે. ૧૯ ડિસેમ્‍બર સુધી જમ્‍મુ અને કાશ્‍મીર, લદ્દાખ, હિમાચલ ઙ્કદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્‍હી અને પヘમિ રાજસ્‍થાનના કેટલાક વિસ્‍તારોમાં કોલ્‍ડવેવની સંભાવના છે. ૧૬ થી ૨૧ ડિસેમ્‍બર દરમિયાન ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્‍થાન, ઓડિશા, મધ્‍ય મહારાષ્‍ટ્ર, સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના કચ્‍છ અને તેલંગાણાના અલગ-અલગ ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની અપેક્ષા છે.

(4:59 PM IST)