News of Monday, 16th December 2024
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૨૫
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી- ૨૫: ‘‘જયારે કાંઇ કરવાની વૃત્તિ હોય, અટકી જાઓ''
આ પ્રયોગ કરો આની બાબત ત્રણ વાતો ધ્યાનમાં રાખો એક પ્રયોગ ત્યારે જ કરો જયારે વૃતિ ખરેખર હોય બીજી - અટકવા બાબત વિચાર નહી કરવાની, બસ અટકી જાઓ. ત્રીજી - પ્રતિક્ષા કરો. જયારે તમે અટકી ગયા તો શ્વાસ ના ચાલે, કોઇ ગતિના હોય - બસ પ્રતિક્ષા કરો. કે શું થાય છે. કોઇ ચેષ્ટા ના થાય.
જયારે હું કહું કે પ્રતિક્ષા કરો તો એમા મારો એ મતલબ છે કે આંતરિક કેન્દ્ર બાબત વિચાર કરવાની ચેષ્ટા ના કરો તો પછી ચુકી જશો. કેન્દ્ર બાબત ના વિચારો કે હવે ઝલક આવવાની છે. કાંઇ પણ વિચારો નહી. ફકત પ્રતિક્ષા કરો. વૃતિને, ઉર્જાને પોતાને ગતિ કરવા દો. જો તમે કેન્દ્ર કે આત્મા કે બ્રહ્મ બાબત વિચાર કરવા લાગ્યા તો ઉર્જા એ વિચારણામાં લાગી જશે. તમે સહેલાઇથી આંતરિક ઉર્જાને ગુમાવી દેશો. એક વિચાર પણ એને ગતિ આપવા માટે પુરતો છે. ત્યારે વિચારતા જ ચાલશો. જયારે હું કહું છું કે અટકી જાઓ તો એનો મતલબ છે પુરી રીતે, સમગ્ર રૂપે ગતિ નથી, ફકત તમે છો. એ કેવલ અસ્તિત્વમાં એકાએક કેન્દ્રનો વિસ્ફોટ થાય છે.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
