News of Monday, 16th December 2024
વર્ષ-2025માં વિશાળ એસ્ટ્રોરોયડ પૃથ્વી સાથે ટકરાશે:તબાહી મચશે :નોસ્ટ્રાડમસે કરી ભયાનક ભવિષ્યવાણી,
મહામારી અને યુદ્ધોથી અનેક દેશની સ્થિતિ ખરાબ થશે: આ ભવિષ્યવાણીથી ધરતી,દુનિયા અને માનવતા માટે વિનાશનો સંકેત

નવી દિલ્હી : બાબા વેંગાએ 2025 માટે કરેલી ભવિષ્યવાણીઓ સામે આવી ગઈ છે. હવે 16મી સદીના ભવિષ્યવેતા બાલ્કનના નોસ્ટ્રાડમસની કેટલીક ભવિષ્યવાણીઓ સામે આવી છે. જે બાબા વેંગા કરતાં પણ ખતરનાક છે.
નોસ્ટ્રાડમસ એક પુસ્તક 'લેસ પ્રોફેટીઝ' લખ્યું હતું, જે 1555 માં પબ્લિશ થયું હતું. જેમાં તેમણે કવિતાઓના માધ્યમથી દુનિયામાં થનાર ઘટનાઓને લઈને ભવિષ્યવાણી કરી હતી. જેમાંથી લંડનમાં ભીષણ અગ્નિકાંડ, હિટલરની તાનાશાહી, અમેરિકામાં આતંકી હુમલા, કોરોના, જાપાનમાં ભૂકંપ જેવી ભવિષ્યવાણીઓ સાચી પણ પડી હતી. જાણો હવે 2025 ને લઈને શું ભવિષ્યવાણી કરી…
નોસ્ટ્રાડેમસે ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2025માં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકી જશે. સોના-ચાંદીને બદલે સૈનિકોને ચામડાની નોટો, ગેલિક પિત્તળના સિક્કા, અર્ધચંદ્રાકાર સિક્કા મળશે. અહીં ગ્રાલિક પિત્તળ અને અર્ધચંદ્રાકાર ચંદ્રનો અર્થ એવો થાય છે કે ફ્રાન્સ અને તુર્કિયે પણ યુદ્ધનો ભાગ બની શકે છે. આ ભવિષ્યવાણી સામે આવ્યા બાદ એવી ચર્ચા છે કે વર્ષ 2022થી ચાલી રહેલા યુદ્ધને કારણે બંને દેશ થાકી ગયા છે અને હવે તેઓ યુદ્ધનો અંત લાવશે.
નોસ્ટ્રાડમસે કહ્યું હતું કે વર્ષ 2025 માં દેશ યુદ્ધોથી ધેરાશે. પ્લેગ અને કોરોના જેવી જીવલેણ બીમારીઓનો સામનો કરવો પડશે.
નોસ્ટ્રાડમસે તેની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ 2025 માં એક વિશાળ એસ્ટ્રોરોયડ પૃથ્વી સાથે ટકરાશે. જેનાથી આગ લાગશે અને તબાહી આવશે. આ ઘટના ધરતી માટે અશુભ રહેશે. આ ભવિષ્યવાણી ધરતી, દુનિયા અને માનવતા માટે વિનાશનો સંકેત છે.
નોસ્ટ્રાડમસે તેની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ 2025 દક્ષિણ અમેરિકા એ દેશ બ્રાઝિલ માટે ખતરનાક સાબિત થશે. બ્રાઝિલને દુનિયાનો બગીચો કહેવામાં આવે છે. પરંતુ જળવાયુ પરિવર્તન, જ્વાળામુખી વિસ્ફોટો અને પૂરના કારણે આ દેશ ખત્મ થઈ જશે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
