<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ટુરિરીઝમ સેક્ટરનું કદ આગામી 10 વર્ષમાં બે ગણુ થઈને 523 અબજ ડોલર સુધી પહોંચે તેવી શક્યતા

આગામી 10 વર્ષમાં ભારતમાં પર્યટન ક્ષેત્ર 6.3 કરોડ લોકોને રોજગારી આપશે:ભારતીય અર્થતંત્રમાં પર્યટનનો આશરે સાત ટકા હિસ્સો

નવી દિલ્હી :ભારતના ટુરિરીઝમ સેક્ટરનું કદ આગામી 10 વર્ષમાં બે ગણુ થઈને 523 અબજ ડોલર સુધી પહોંચે તેવી શક્યતા છે. વર્લ્ડ ટુરિરીસ્ટ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (WTTC)ના અધ્યક્ષ અને CEO જુલિયા સિમ્પસને આ માહિતી આપી છે.

દેશમાં યાત્રા તથા પર્યટન ક્ષેત્ર 4.5 કરોડ લોકોને રોજગારી આપે છે અને મૂલ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે બે ગણી થવા જઈ રહ્યું છે. આગામી 10 વર્ષમાં ભારતમાં આ ક્ષેત્ર 523 અબજ ડોલરનું થઈ શકે છે, જે વર્તમાન સમયમાં 256 અબજ ડોલરની તુલનામાં બે ગણાથી વધારે છે.

આગામી 10 વર્ષમાં ભારતમાં પર્યટન ક્ષેત્ર 6.3 કરોડ લોકોને રોજગારી આપશે. ભારત વિશ્વના સૌથી સુંદર અને અદભુત દેશો પૈકી એક છે. સદીઓથી પર્યટક અને આગંતુક તેના તટો તથા અદભુત શહેરો તરફ આકર્ષિત થઈ રહ્યા છે.

ભારત વિશ્વનું ખુલ્લાથી સ્વાગત કરે છે અને ભારતીયોની અતિથિ સત્કાર પણ અવિશ્વસનીય છે. પર્યટન ભારતીય અર્થતંત્રનો આશરે સાત ટકા હિસ્સો ધરાવે છે અને વર્ષ 2019માં તે આશરે 211 અબજ ડોલર હતો.

હવે તે વધીને 256 અબજ ડોલર થઈ ગયો છે અને ભારતમાં આશરે 4.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે.વૈશ્વિક પર્યટનનો આશરે 50 ટકા તટીય રિસોર્ટ્સ તથા સમુદ્ર નજીકના વિસ્તારોમાં થાય છે.

 

(6:44 PM IST)