<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

બેંક એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવતી ગેંગને પકડી પાડતુ સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : હાલમાં ભારત દેશમાં છેલ્લાં ઘણાં સમયથી સાયબર કાઈમ કરનારા અપરાધીઓ દ્રારા અલગ અલગ મોસ ઓપરેન્ડી થી નાગરીકોને અલગ અલગ બહાના બતાવી તેમના બેંક એકાઉન્ટો વિગત મેળવી તેનો સાયબર કાઈમના ગુન્હાને અંજામ આપવાનું કામ ચાલુ હોય અને આવી એક ગેંગ જુનાગઢ રેન્જ વિસ્તારમાં સક્રીય થયેલ હોવાનું ખાનગી બાતમીરાહે જણાય આવેલ હોય તે બાબતે જુનાગઢ રેન્જ, જુનાગઢના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ દ્વારા આવા કાઈમને અટકાવવાની સક્રિય કામગીરી કરવા સુચના મળતા. આવા સાયબર ફ્રોડના બનાવો રોકવા અને સાયબર ક્રિમીનલોને પકડી સાયબર ક્રાઈમ રોકવા માટે સાયબર પોલીસ સ્ટેશન,જુનાગઢ રેન્જ,જુનાગઢ ના પોલીસ ઇન્સપેકટર સી.વી.નાયક તથા તેમની ટીમ દ્વારા આ બાબતે સતત વોચ રાખવામાં આવતી હતી

   દરમ્યાન એક અરજદાર તરફથી ઉપરોકત બાબતની અરજી મળતા તાત્કાલીક તેઓની ફરીયાદ ગુ.ર.નં. ૧૧૨૦૩૦૭૧૨૪૦૦૧૯/૨૪ આઈ.પી.સી.કલમ-૪૨૦,૧૧૪ તથા આઈ.ટી.એકટ કલમ-૬૬(સી),૬૬ (ડી) મુજબ તા.૧૩/૧૨/૨૦૨૪ થી નોંધી આ કામે કુલ-૮ આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં અલગ અલગ કુલ-૨૦૦ જેટલા બેંક એકાઉન્ટોની સંડોવણી પ્રાથમિક રીતે ખુલી આવેલ અને હાલમાં કુલ-૮૨ બેંક એકાઉન્ટ વિરૂધ્ધ આખા દેશમાં NCCRP પોર્ટલ પર કુલ-૧૫૨ ઓનલાઈન કંપ્લેઈન નોંધાયેલ છે. જે પૈકી કુલ-૪૨ બેંક એકાઉન્ટોમાં રૂ.૫૦,૦૦,૩૨,૩૬૬ /- (પચાસ કરોડ,બત્રીસ હજાર ત્રણસો,છાસઠ) નું સાયબર ફ્રોડ કરેલ છે.તે બાબતની હકિકત મળેલ છે અને બીજા બેંક એકાઉન્ટન્ટ્સની વિગત મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે.

પોલીસ દ્વારા (૧) અભિષેક ઉર્ફે અભી શાંતીલાલ માથુકીયા( ઉ.વ.૨૮) ધંધો.વેપાર( રહે. મુળ સમઢીયાળા તા.મેંદરડા,જી.જુનાગઢ, હાલ અમદાવાદ ન્યુ રાણીપ, જી.એસ.ટી.બ્રીજ, દિગવિજય નગર, સનરીયલ હોમ્સ એલ-૪૦૧) ( મો.નં.૭૮૭૪૧૫૭૯૦૬)
(૨) સચિન ઉર્ફે ભોલો ગોવિંદભાઈ વોરા (ઉ.વ.૨૮)  ધંધો.વેપાર (રહે. મુળ દાદરગીર, તા. વિશાવદર,જી.જુનાગઢ,હાલ અમદાવાદ,ન્યુ રાણીપ,જી.એસ.ટી.બ્રીજ,દિગવિજય નગર સનરીયલ હોમ્સ ઓ/૧-૧૦૪) (મો.નં.૯૮૯૮૪૫૩૪૨૮,૭૦૧૬૭૯૩૧૫૧)
(૩) આર્યન ઉર્ફે દાતાર મહેબુબભાઈ પઠાણ ( ઉ.વ.૨૩) ધંધો.વેપાર (રહે.દાતારરોડ, દાતાર બાપુની દરગાહ સામે.જુનાગઢ ) (મો.નં.૯૦૩૩૯૪૪૫૪૨,૮૨૩૮૮૦૦૩)
(૪) ધર્મેશ હરસુખભાઈ ગોહિલ,(ઉ.વ.૨૭) ધંધો.પ્રા.નોકરી (સેલ્સમેન) (રહે.મધુરમ ત્રીલોકનગર, અક્ષર રેસીડન્સી-૨, ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર ની સામે,જુનાગઢ) ( મો.૭૪૯૦૦ ૬૭૮૧૨) (૫) સતિષ દેવરાજભાઈ કરમટા (ઉ.વ.૩૦ )ધંધો મજુરી (રહે. લીરબાઈ પરા, ગાંધીગ્રામ, જુનાગઢ )મો.નં.૭૩૮૩૬૯૪૦૮૯E
(9) અબ્દુલકરીમ હશનભાઈ જેઠવા ઉ.વ.૩૨ ધંધો.વેપાર,રહે.જુનાગઢ,જુની સીવીલ હોસ્પિટલની સામે, હેઠાણ ફળીયા, પાડાવાળા ચોક, અયુબાઈ બગીવાળાની બાજુમાં મો.નં.૮૦૦૦૬૨૭૫૫૫.
(૭) આશીફ રહીમભાઈ બેલીમ ઉ.વ.૩૩, ધંધો.રિ.ડ્રા. રહે, હેઠાણ ફળીયા, જુના સરકારી હોસ્પીટલની સામે, ખોજાવાડ, ગરબી ચોક પાસે, જુનાગઢ મો.નં.૬૩૫૫૧૫૧૪૫૦, ૭૫૭૫૦૭૫૩૧૧
(૮) નયાનાબેન કો/ઓ ઇન્દ્રવદનભાઈ દેવીજીભાઈ ટાંક ઉ.વ.૪૬, ધંધો,ઘરકામ રહે.જુનાગઢ, જવાહર રોડ, સ્વામી મંદિરની બાજુમાં, મીરા એપાર્ટમેન્ટ ની બાજુની ગલીમાં, મો.નં.૬૩૫૨૩૨૫૦૦૩આ કામે ગુજરાત રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંકોવણી બહાર આવેલ છે જે બાબતે તપાસ ચાલુ છે.
  જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે જે કોઈ લોકોએ આ આરોપીઓને પોતાના બેંક એકાઉન્ટ આપેલ હોય અને નાણાની હેરફેર કરેલ હોય પરંતુ અત્રે જાણ કરવા આવેલ નથી તેમને સૂચના કરવામાં આવે છે કે જો તેઓ આ બાબતે અત્રે જાણ નહીં કરે તો તેમના વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ કામગીરીમા સી.વી.નાયક, પોલીસ ઇન્સ્પેકટર, વી.એમ.જોટાણીયા પોલીસ વાયરલેસ ઇન્સપેકટર,એન.એ.જોષી પોલીસ વાયરલેસ સબ ઇન્સપેકટર,બી.ડી.માવદીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર, શ્રીમતિ બી.આર.જોગલ, પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટર, એ.એસ.આઈ. ગીરુભા વાઘેલા, સંજયભાઈ કોઠીવાર, ઝમીરભાઈ બ્લોચ,પિયુષભાઈ ચાવડા,ટી.ઓ. વિશાલ જોષી,રવી ગૌહલ, હેમંત સોંદરવા, તથા પો.હેડ કોન્સ. નીલેશભાઈ પરમાર, ભરતભાઈ ચાવડા, જિતેન્દ્ર બાવરીયા,ભનુભાઈ ઓડેદરા તથા પો.કોન્સ. કેતન મકવાણા, અરવીંદભાઈ વાવેચા,મહેશભાઈ સોંદરવા,મુળુભાઈ ખટાણા,ગીગાભાઈ કાગડા,અરવીંદભાઈ સોલંકી તથા વુ.પો.કોન્સ. શબનમ શેખ, અસ્મિતા મોકરીયા વિગેરે સ્ટાફ જોડાયો હતો

(7:55 PM IST)