<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

નિર્ભયા ઘટનાના 12 વર્ષ પછી પણ દિલ્હીની દીકરીઓ સુરક્ષિત નથી:મુખ્યમંત્રી આતિશી

છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ 14 હજારથી વધુ ગુનાઓ થયા: સીએમના પ્રહાર

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મહિલાઓની સુરક્ષાના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આજે નિર્ભયા ઘટનાના 12 વર્ષ પછી પણ દિલ્હીની દીકરીઓ સુરક્ષિત નથી. આજે મારે પૂછવું છે કે જેઓ મહિલાઓની સુરક્ષા માટે જવાબદાર છે તેઓ શું કરી રહ્યા છે? આજે દિલ્હીમાં મહિલાઓ સામેના ગુનાઓ કેમ વધ્યા છે? છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ 14 હજારથી વધુ ગુનાઓ થયા છે


 

(8:00 PM IST)