News of Monday, 16th December 2024
પંજાબ ભાજપની મોટી કાર્યવાહી:પૂર્વ કેબિનેટ મંત્રી ભગત ચુન્ની લાલ સહિતના નેતાઓની હકાલપટ્ટી
પંજાબ ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી સહિત એક ડઝન નેતાઓને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા

પંજાબ ભાજપે તેના ઘણા નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પૂર્વ કેબિનેટ મંત્રી સહિત એક ડઝન નેતાઓને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ભગત ચુન્ની લાલ પણ એ નેતાઓમાં સામેલ છે જેમને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેઓ પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
ભાજપે ભગત ચુન્ની લાલ (પૂર્વ કેબિનેટ મંત્રી, પંજાબ સરકાર),અર્જુન તેહાન,અનુપમ શર્મા,સુખદેવ સોનુ,હતિન્દર તલવાર,હસન સોની,દિનેશ દુઆ (સન્ની દુઆ), સુભાષ ધાલ,અજય ચોપરા,પ્રદીપ વાસુદેવ,ગુરવિંદર સિંહ લાંબા,બલવિન્દર કુમાર, ઇન્દરપાલ ભગત (ગધા)ની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે
પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પંજાબ પ્રભારી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાષ્ટ્રીય સચિવ, ધારાસભ્ય અને સહ પ્રભારી નરેન્દ્ર રૈના અને અન્ય વરિષ્ઠ ભાજપના નેતાઓ, જલંધર ભાજપની કોર કમિટિ. વિચારણા- ચર્ચા બાદ આ નેતાઓને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ હાંકી કાઢવામાં આવ્યા છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
