<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સ્વદેશ પરત ફર્યો :એરપોર્ટ પર હજારો ચાહકો કર્યું ભવ્ય સ્વાગત

18 વર્ષીય ગુકેશ સિંગાપોરમાં ચીનના ડીંગ લિરેનને 7.5-6.5 થી હરાવી સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો હતો

ચેન્નઈઃ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સ્વદેશ પરત ફર્યો હતો. અહીંના એરપોર્ટ પર સેંકડો ચાહકો, તમિલનાડુ સરકાર અને રાષ્ટ્રીય મહાસંઘના અધિકારીઓ દ્વારા ગુકેશનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 18 વર્ષીય ગુકેશ ગયા અઠવાડિયે સિંગાપોરમાં ચીનના ડીંગ લિરેનને 7.5-6.5 થી હરાવી સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો હતો અને રશિયાના ગૈરી કાસ્પારોવનો રેકોર્ડ તોડ્યો હતો. કાસ્પારોવ 1985માં 22 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો.

ઘરે પરત ફર્યા બાદ ગુકેશે તેને સાથ આપવા બદલ તમામનો આભાર માન્યો હતો. યુવા ખેલાડીને નજીકથી જોવા માટે હજારોની સંખ્યામાં ચાહકો એરપોર્ટ પહોંચ્યા હતા. ગુકેશે કહ્યું હતું કે તે અદભૂત છે. તમારા સમર્થનથી મને ઘણી ઉર્જા મળી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવી એ એક મહાન લાગણી છે. તેણે કહ્યું હતું કે ભારતમાં ટ્રોફીને પરત લાવવી ખૂબ મહત્વની છે. આ સ્વાગત બદલ આભાર. હું આશા રાખું છું કે આગામી થોડા દિવસોમાં આપણે સાથે મળીને ઉજવણી કરીને સારો સમય વિતાવીશું.

કામરાજ એરપોર્ટ પર પહોંચ્યા પછી તમિલનાડુની સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી અને તેની શાળા વેલામ્મલ વિદ્યાલયના સ્ટાફે ગુકેશને એરપોર્ટ લાઉન્જમાં શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. ગુકેશે તેની ચેસની સફર વેલામ્મલ સ્કૂલથી શરૂ કરી હતી.

(9:11 PM IST)