<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

પંજાબી ગાયક ગુરુ રંધાવાએ ક્રિપ્ટિક પોસ્ટ દ્વારા દિલજીત દોસાંજ પર સાધ્યું નિશાન?:અટકળ શરૂ

દિલજીત દોસાંજના ટ્વીટને કારણે ચાલી રહેલી 'પંજાબ વિરુદ્ધ પંજાબ' ચર્ચાએ જોર પકડ્યું

નવી દિલ્હી : જાણીતા પંજાબી ગાયક ગુરુ રંધાવાએ તાજેતરમાં એક ક્રિપ્ટિક પોસ્ટ દ્વારા સોશિયલ મીડિયા યૂઝર્સનું ધ્યાન ખેંચ્યું હતું. ગાયકની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે દિલજીત દોસાંજના ટ્વીટને કારણે ચાલી રહેલી 'પંજાબ વિરુદ્ધ પંજાબ' ચર્ચાએ જોર પકડ્યું છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે દિલજીતે તેના ચંદીગઢ કોન્સર્ટની જાહેરાત કરવા માટે Punjabની જગ્યાએ Panjab લખ્યું. દિલજીતના સ્પેલિંગના ઉપયોગથી નેટિઝન્સને એક મુદ્દો મળી ગયો છે, કારણ કે આ પ્રકારનો સ્પેલિંગ પાકિસ્તાન સાથે સંકળાયેલો છે, જેના કારણે દિલજીતની સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ રહી છે.

જાણીતા ગાયક ગુરુ રંધાવાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ક્રિપ્ટિક નોટ લખીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. ખાસ કરીને તેની પોસ્ટની ટાઈમિંગ પર સવાલો ઊભા થઈ ગયા છે કેમકે આ પોસ્ટ Punjab vs Panjab વિવાદ વચ્ચે આવી છે, જે પંજાબી સેન્સેશન દિલજીત દોસાંજની એક પોસ્ટ બાદ ભડક્યો છે.

નેટીઝન્સે એ પણ નોંધ્યું કે દિલજીત દોસાંજે તેની અન્ય તમામ કોન્સર્ટ પોસ્ટ્સમાં ત્રિરંગો ઇમોટિકન મૂક્યો હતો. જો કે, તેણે તેની પંજાબ પોસ્ટમાં ત્રિરંગાને સ્થાન આપ્યું ન હતું. દિલજીતની આ હરકતે આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. પંજાબની સ્પેલિંગ સાથે આ ચૂકને કારણે ચાહકો અને સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા વ્યાપક અટકળો કરવામાં આવી અને ગાયકની ભારે ટીકા થઈ છે.
આ દરમિયાન ગુરુ રંધાવાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ત્રિરંગા ઈમોજી સાથે પંજાબ શબ્દ પોસ્ટ કર્યો હતો. ત્યારે તેની પોસ્ટના સમયને લઈને શંકા ઊભી થઈ છે. ઘણા લોકોએ ગુરુની આ કૉમેન્ટને દિલજીત દોસાંજ પર કટાક્ષ તરીકે પણ જોવે છે. જો કે, ગુરુ રંધાવાએ પોતાની ક્રિપ્ટિક નોટને સ્પષ્ટ નહીં કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી ફેન્સ તેના વાસ્તવિક અર્થ વિશે અનુમાન કરી રહ્યા છે.

હાલ દિલજીત દોસાંઝ તેની દિલ-લુમિનાતી ઈન્ડિયા ટૂર પર છે. તેનો આગામી કોન્સર્ટ 19 ડિસેમ્બરે મુંબઈમાં યોજાવવાનો છે. તેઓ 29 ડિસેમ્બરે ગુવાહાટીમાં ભવ્ય પ્રદર્શન સાથે પ્રવાસનું સમાપન કરશે.

(9:28 PM IST)