તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 16th December 2024
મહિલાએ 'હેપ્પી ડિવોર્સ' કેક કાપી, વેડિંગ ડ્રેસ અને તેના વેડિંગના ફોટા પણ ફાડી નાખ્યા: જુઓ વિડિઓ
મહિલાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. વર્ષ 2024માં તેમના છૂટાછેડા થઈ ગયા :અનોખા સેલિબ્રેશન પર સોશિયલ મીડિયા યૂઝર્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી

Bruh☠️
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 15, 2024
https://t.co/66POBcB7jD
મુંબઈ :ડિવોર્સ પછી 'હેપ્પી ડિવોર્સ' કેક કાપવામાં આવી. વીડિયોમાં મહિલા કેક કાપતી જોઈ શકાય છે. તેમજ પાછળના બેનર પર 'હેપ્પી ડિવોર્સ' લખેલું છે. મહિલાએ માત્ર કેક જ નહીં કાપી, પરંતુ કાતરથી તેના વેડિંગ ડ્રેસ પણ કાપી નાખ્યો અને તેના વેડિંગના ફોટા પણ ફાડી નાખ્યા. આ કરતી વખતે તે ખૂબ જ ખુશ દેખાતી હતી.
વીડિયોમાં મહિલા તેના વેડિંગ ડ્રેસને કાતરથી કાપતી જોવા મળી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. વર્ષ 2024માં તેમના છૂટાછેડા થઈ ગયા અને ચાર વર્ષમાં જ બંને અલગ થઈ ગયા.
આ અનોખા સેલિબ્રેશન પર સોશિયલ મીડિયા યૂઝર્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે, 'જો કોઈને ઝેરી સંબંધોથી આઝાદી મળી છે, તો તે સેલિબ્રેટ કરવા લાયક છે.' અને તેના મિત્રોને પણ સામેલ કર્યા છે.
વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી છે. શું ડિવોર્સનું સેલિબ્રેશન એ ઝેરી સંબંધોથી સ્વતંત્રતાનું પ્રતીક છે? કે પછી તે સમાજમાં બદલાતા વલણની નિશાની છે? જે પણ હોય, આ વીડિયો લોકોને વિચારવા મજબૂર કરી રહ્યો છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
