તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 16th December 2024
દિલ્હી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી ઉમેદવાર ઉભા નહીં રાખે :અખિલેશ યાદવે AAPને આપ્યું સમર્થન
આગામી ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી :આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા

સમાજવાદી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા નહીં કરે. સપા પ્રમુખ અખિલેશ યાદવે દિલ્હીમાં AAPને બિનશરતી સમર્થન આપવાનું કહ્યું છે. આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર નવી દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ માલવિયા નગરથી સોમનાથ ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. મંત્રી સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી ઉમેદવાર છે. મંત્રી ગોપાલ રાયને બાબરપુરથી અને જરનૈલ સિંહને તિલક નગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સત્યેન્દ્ર કુમાર જૈન શકુર બસ્તીથી, મુકેશ કુમાર અહલાવત સુલતાનપુર મજરાથી, રઘુવિંદર શોકીન નાંગલોઈ જાટથી, સોમ દત્ત સદર બજારથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે પાર્ટીએ જંગપુરાથી મનીષ સિસોદિયાને મેદાનમાં ઉતાર્યા છે.
AAPએ 15 ટકા મહિલાઓને તક આપી છે અને પાંચ મુસ્લિમ સમુદાયના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 10 મહિલાઓને ઉમેદવાર બનાવવામાં આવી છે. એટલે કે 15 ટકા મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. હવે AAPએ 70 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં 11 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યારે બીજી યાદીમાં 20 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા હતા. પાર્ટીએ તેની ત્રીજી યાદીમાં એક નામની જાહેરાત કરી હતી. ચોથી અને અંતિમ યાદીમાં 38 નામોની જાહેરાત કરવામાં આવી છે.
આગામી વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી પોતાની તૈયારીઓને લઈને પૂરા જોશ સાથે કામ કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. 2020 માં યોજાયેલી ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી મેળવી અને 70 માંથી 62 બેઠકો જીતી. ભાજપે 8 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ ખાલી હાથે રહી હતી.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
