<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

Apple લોન્ચ કરશે ફોલ્ડેબલ ફોન: iPhone 17 Airની કિંમત પ્રો મોડલ કરતાં હશે ઓછી

iPhone 17 Airની ડિઝાઇન iPhone 6 જેવી હશે અને તે સ્લિમ iPhone હશે. તેમાં 120Hz ના પ્રો-મોશન રિફ્રેશ રેટ સાથે 6.6-ઇંચની OLED ડિસ્પ્લે હશે. ફોન સાથે ડાયનેમિક આઇલેન્ડ પણ મળશે.

iPhone 16 સિરીઝ થોડા મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવી હતી અને હવે iPhone 17 સિરીઝની તૈયારીઓ ચાલી રહી છે. iPhone17 સીરીઝની સૌથી વધુ ચર્ચા આઇફોન 17 Air વિશે છે, કારણ કે એર નામનું એક મોડેલ પ્રથમ વખત લોન્ચ થવા જઇ રહ્યું છે. iPhone 17 Airને લઈને સતત લીક રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. હવે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે iPhone 17 Airની કિંમત iPhoneના Pro મોડલ કરતા ઓછી હશે. આ સિવાય એપલના ફોલ્ડેબલ ફોનને લઈને પણ અહેવાલો સામે આવ્યા છે.

 

WSJ રિપોર્ટ અનુસાર, કંપનીને iPhone 17 Air પાસેથી ઘણી અપેક્ષાઓ છે. કંપનીને આશા છે કે લોકોને તે પસંદ આવશે. iPhone 17 Airના લોન્ચિંગ સાથે, કંપની પ્લસને બંધ કરશે જે સૌપ્રથમ 2022 માં iPhone 14 સિરીઝ સાથે રજૂ કરવામાં આવ્યો હતો.

 

iPhone 17 Air વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે  iPhone સીરિઝનો સૌથી સ્લિમ ફોન હશે. iPhone 17 Air એકદમ સ્લિમ હશે અને તેમાં 6.6-ઇંચની ડિસ્પ્લે હશે. ફોનમાં 24-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હશે અને 48 મેગાપિક્સલનો રિયર કેમેરા હશે.

 

AppleTrackએ એક વીડિયોમાં iPhone 17 Airની ડિઝાઇન, સ્પેસિફિકેશન અને કિંમત વિશે જાણકારી આપી છે. એક કોન્સેપ્ટ રેન્ડર પણ છે જેમાં iPhone 17 Air ઘણા રંગોમાં જોઈ શકાય છે. વીડિયો અનુસાર, iPhone 17 Airની ડિઝાઇન iPhone 6 જેવી હશે અને તે સ્લિમ iPhone હશે. તેમાં 120Hz ના પ્રો-મોશન રિફ્રેશ રેટ સાથે 6.6-ઇંચની OLED ડિસ્પ્લે હશે. ફોન સાથે ડાયનેમિક આઇલેન્ડ પણ મળશે.

(10:38 PM IST)