<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

એલિયંસ જેવું તેજ-તરૉર પ્રાણી જોવા મળ્યું

દુર્ગમ સ્થળો પર સંશોધન કરવાથી યુરાપીયન જેવા મહાસાગરીય ચંદ્રમાઓ પર અલિયન જીવનની શોધખોળ માટે મદદ મળશે.

ન્યૂયોર્ક: અમેરિકા અને ચિલીના વૈજ્ઞાનિકોએ ચિલીની અટાકામાં ખાઈમાં તેજ-તરૉર ચપળ શિકારી પ્રાણીનો પત્તો લગાવ્યો છે. તેને “ડલસિબેલા કમાંચકા” નામ આપવામાં આવ્યું છે. તે ઝીંગા જેવું અભયચર જીવ છે. જે સમુદ્રી અને મીઠા પાણીના સ્થળોમાં જામેલા કચરાને ખાય છે.

પશ્ચિમી દક્ષિણ અમેરિકાની ભાષામાં “કમાંચકા” શબ્દ અંધકારને માટે ઉપયોગ થાય છે. આ નામ એવા આધારાના ઊંડાણને દર્શાવવા માટે પસંદ કરવામાં આવ્યો છે. જેમાં આ જીવ ફરતો હોય છે. સિસ્ટેમૈટિક્સ એન્ડ બાયોડાયવર્સિટી જનરલમાં છપાયેલ સંશોધન મુજબ મહાસાગરોની ખાઈયો  રહસ્યોમાં ડૂબેલી છે. ૧૧ કિલોમીટરના ઊંડાણ સુધી જનારી આ ખાઈયોમા અલગ જ પ્રકારનો સંસાર વસેલો છે. અહીંના દરેક વર્ગ વિસ્તારના ઈંચ પર (૭,૨૫૭ કિલોનું) દબાણ પડતું હોય છે.

આ પરિસ્થિતિમાં પણ જીવન ધબકતું છે.

      સંશોધનકર્તાઓનુ કહેવું છે કે, “ડબસિબેલા કમાંચકા” આટલા ઊંડાણમાં જોવા મળેલ પહેલો મોટો સક્રિય શિકારી અભયચર છે. આ શોધ દર્શાવે છે કે, આપણે સમુદ્રી અંડરવર્લ્ડ બાબતમાં કેટલું ઓછું જાણીએ છીએ. પૃથ્વી પર આવા દુર્ગમ સ્થળો પર સંશોધન કરવાથી યુરાપીયન જેવા મહાસાગરીય ચંદ્રમાઓ પર અલિયન જીવનની શોધખોળ માટે મદદ મળશે.

(11:34 PM IST)