તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 16th December 2024
ખાંડના કારખાનાઓમાંથી નીકળતા કચરાથી ગૈસ બનશે, ગાડિયો ચાલશે
જો દરરોજનો ૮ ટન કચરાની ક્ષમતાનો પ્લાંટ લગાવવામાં આવે તો રૂ.૪૫ પ્રતિ કિલોની કિંમતે સીબીજી તૈયાર થશે

કાનપુર: ખાંડના કારખાનાઓમાંથી નીકળનારો કચરો (પ્રેસમડ) થી તૈયાર થનાર કંપોસ્ડ બાયો ગૈસ (બીસીજી) ને કંપ્રેસ્ડ નેચુરલ ગૈસ (સીએનજી) ના વિકલ્પના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યો છે.
પ્રેસમડથી સીબીજી વિકસિત કરવાની ટેક્નિક રાષ્ટ્રીય શર્કરા (ખાંડ) સંસ્થાન (એનએસઆઈ) ના પૂર્વ નિદેશક પ્રો.નરેન્દ્ર મોહન અને ધ સુગર ટેકનોલૉજીસ્ટ એસોસિએશનના અધ્યક્ષ સંજય અવસ્થીએ વિકસિત કરી છે. તેની ટેકનીકને કેન્દ્ર સરકારે ૧૧ ડિસેમ્બર-૨૦૨૪ ના રોજ પેટેન્ટ પ્રદાન કરી આપી છે. જેથી આગામી દિવસોમાં સીબીજીથી ચાલતી ગાડીયો સડકો પરથી સડસડાટ પસાર થતી જોવા મળશે. સીબીજી ફક્ત પર્યાવરણને માટે અનુકૂળ છે એટલું જ નહીં,પરંતુ તે સસ્તું પણ છે.
પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાને માટે સરકાર અને વૈજ્ઞાનિકો ઈધણના વિકલ્પ પર પ્રયોગો કરી રહી છે. સીબીજી પર્યાવરણને માટે સંપૂર્ણરીતે અનુકૂળ છે. એનએસઆઈના પૂર્વ નિદેશક પ્રો. નરેન્દ્ર મોહને જણાવ્યું કે, વર્ષ-૨૦૧૭ માં ખાંડના કારખાનાઓમાં ઇથેનૉલ ઉપરાંત બાયો ગૈસ વિકસિત કરવા પર સંશોધન શરુ થયું હતું. વર્ષ-૨૦૧૯ માં વૈજ્ઞાનિકોને પ્રેસમડથી સીબીજી બનાવવામાં સફળતા મળી. જેને લઈને પ્રોટોટાઈપ પ્લાન્ટને ખાંડના કારખાનાઓમાં લગાવવામાં આવ્યા. તેમાં વૈજ્ઞાનિકોને સીબીજી નિર્માણમાં સફળતા મળી.
પ્રો. નરેન્દ્ર મોહને જણાવ્યું કે, સીબીજીના નિર્માણ પહેલા પરાલીથી કરવામાં આવી રહ્યું હતું, પરંતુ પરાલીની ઉપલબ્ધતા ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન અને થ્રેસિંગ વધુ મોઘા હોવાથી મુશ્કેલીઓ આવી, તો પ્રેસમડ પર સંશોધન શરૂ કરવામાં આવ્યું. એક
ખાંડના કારખાનામાં જો દરરોજનો ૮ ટન કચરાની ક્ષમતાનો પ્લાંટ લગાવવામાં આવે તો રૂ.૪૫ પ્રતિ કિલોની કિંમતે સીબીજી તૈયાર થશે. હાલ ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી અને મુજફ્ફરનગર ખાતે ખાંડના કારખાનાઓમાં નાના પ્લાન્ટ લગાવીને સીબીજી નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
