<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

સરકાર મદદ કરે તો, દેશનું ટૉય એક્સપોર્ટ એક અરબ ડૉલર થઈ શકે છે

જો સરકાર પીએલઆઇ જેવી યોજનાઓ શરૂ કરે અને કરોમાં રાહત આપે તો, ભારતના રમકડાં નિયૉત વધી શકે

નવી દિલ્હી: ભારતે ફક્ત ચાર વર્ષમાં ચીનમાંથી રમકડાની આયાત ૮૦ ટકા ઓછી કરી દીધી છે. તેનું કારણ એવું નથી કે, આપણે રમકડા વેચવાનું ઓછું કરી દીધું છે, પરંતુ હવે આપણે પોતે જ ઉચ્ચ ક્વાલિટીના અને સસ્તા રમકડાઓને દેશમાં જ બનાવી રહ્યા છીએ. ૨૦૨૦ માં ભારતે ૨૩૫ મિલિયન ડૉલરના ચીની રમકડાં આયાત કર્યા હતા, જે ૨૦૨૪ માં ઘટીને ૪૧ મિલિયન ડૉલરના કર્યા.

ભારતે રમકડા પર કસ્ટમ ડ્યૂટીમાં ૨૦ ટકાથી વધારીને ૭૦ ટકા કરી, તેની સાથે જ ગુણવત્તા નિયંત્રણ આદેશ (ક્યૂસીઓ) ને લાગુ કર્યો, જે તમામ રમકડાઓને માટે સખત સુરક્ષા માપદંડનું પાલન અનિવાર્ય કરે છે, પછી તે ઘરેલુ રૂપથી નિર્મિત હોય કે આયાતિત. હવે ભારત રમકડાનું શુદ્ધ નીયૉતક બની ચૂક્યું છે. આ ઉદ્યોગને આગળ વધારવાને માટે નવા ઉપાય શીખવા પડશે, તેને પ્રીમિયમ ગુણવત્તા વાળા રમકડાઓની વધતી માંગને પૂરી કરતા વૈશ્વિક સ્તર પર એક મહત્વપૂર્ણ સ્થાન બનાવવાનું રહેશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, જો સરકાર પીએલઆઇ જેવી યોજનાઓ શરૂ કરે અને કરોમાં રાહત આપે તો, ભારતનો રમકડાં નિયૉત આગામી વર્ષોમા એક અરબ ડોલરના સ્તર પર પહોંચી શકે છે.

(11:58 PM IST)