તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
જો લવસ્ટોરી મેંદીમાં કંડારાય તો ડિવૉર્સની સ્ટોરી કેમ નહીં ?
એક મહિલાએ પોતાના નિષ્ફળ લગ્નની સફરને પોતાની ડિવૉર્સ-મેંદીમાં વર્ણવી છે

નવી દિલ્હી, તા.૧૭: મેંદીમાં હવે થીમ અને સ્ટોરી-ટેલિંગનું ચલણ ખાસ્સું વધ્યું છે. દુલ્હન પોતાની લવસ્ટોરીનાં કેટલાંક દૃશ્યો મેંદીરૂપે હાથ પર ચીતરાવે છે, પણ એક મહિલાએ પોતાના નિષ્ફળ લગ્નની સફરને પોતાની ડિવૉર્સ-મેંદીમાં વર્ણવી છે. ઉર્વશી વોરા શર્મા નામની મેંદી-આર્ટિસ્ટે એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેણે એક મહિલાના હાથમાં લગ્નના વિવિધ તબક્કે કઈ રીતે લગ્ન કટકે-કટકે તૂટતાં રહયાં અને ફાઇનલી ડિવૉર્સ સુધી પહોંચ્યાં એનો ચિતાર આપ્યો છે. એક દૃશ્યમાં બતાવ્યું છે કે કઈ રીતે તેનાં સાસુ-સસરા તેને નોકરની જેમ રાખતાં હતાં અને પતિનો સાથ નહોતો મળતો. પતિ-પત્ની વચ્ચે આર્ગ્યુમેન્ટ થતી ત્યારે પતિ કેટલો હિંસક થઈ જતો અને એને કારણે ઇમોશનલ ડિસ્ટ્રેસ પેદા થતો એનું દૃશ્ય પણ એક જગ્યાએ મૂકવામાં આવ્યું છે. લગ્નમાં હસ્તમેળાપ થાય એને બદલે ડિવૉર્સમાં દિલ તૂટી જાય અને એની પણ ખુશી અનુભવાય એવું દૃશ્ય મેંદીમાં મૂકવામાં આવ્યું છે. આ વિડિયો પર કેટલાક લોકોએ કમેન્ટ કરી છે કે આ કોઈ આર્ટ નથી, પણ પોતાની અંદર ધરબાયેલી પીડાને અભિવ્યક્ત કરવાનું પાવરફુલ માધ્યમ પણ છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
