<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

રોલ્‍સ-રોયસના એક ફેન્‍સી નંબર માટે ૭૬ કરોડ રૂપિયા ખર્ચ્‍યા આ ભારતીયે

દુબઈ, તા.૧૭: દુબઈમાં રહેતા કેટલાક ભારતીય અબજોપતિઓ પોતાનાં વિશાળ ઘરો, મોંઘીદાટ કાર અને લક્‍ઝુરિયસ સંપત્તિઓનું પ્રદર્શન કરતા હોય છે. આવા જ બલવિન્‍દર સાહની નામના એક અબજોપતિએ કારની નંબર-પ્‍લેટ માટે બેહિસાબ પૈસા ખર્ચ્‍યા છે. બલવિન્‍દરે પોતાની રોલ્‍સ-રૉયસ કાર માટે એક ફૅન્‍સી નંબર-પ્‍લેટ ખરીદવા માટે ૭૬ કરોડ રૂપિયા ચૂકવ્‍યા છે. એવું નથી કે આ તેમની પહેલી રોલ્‍સ-રૉયસ છે. ઑલરેડી તેમના ઘરના ગૅરેજમાં પાંચ રોલ્‍સ-રૉયસ કાર છે અને એ દરેકના નંબર સ્‍ત્‍ભ્‍ છે. આ નવી કાર માટે ‘ઝ૫' નંબર મળે એ માટે બલવિન્‍દરે ૭૮ કરોડ ચૂકવ્‍યા હતા. આ ઉપરાંત તેની પાસે ૧ નંબરની નંબર-પ્‍લેટ પણ છે જે મર્સિડીઝ-બૅન્‍ઝ પર છે. આ ઉપરાંત તેઓ ૨૭, ૪૯ અને ૪૮ નંબરવાળી કાર પણ ધરાવે છે.(૨૩.૩)

(9:48 AM IST)