તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
એમેઝોનના માલિક જેફ બેઝોસ દર કલાકે ૬૭ કરોડ રૂપિયા કમાય છે
અંબાણી કરતા બમણા અને અદાણી કરતા ત્રણ ગણા અમીર

ન્યુયોર્ક, તા.૧૭: આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કોઈ ચોક્કસ કંપનીમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું પેકેજ ૫૦ લાખ રૂપિયાનું હોય છે. એટલે
કે એક મહિનામાં તેનો પગાર લાખો રૂપિયા હતો. પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે વ્યક્તિ દર કલાકે ૬૭ કરોડ રૂપિયા કમાય છે. ભલે તે માનવું મુશ્કેલ હોય, પરંતુ તે વાસ્તવિકતા છે. વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસની કલાકદીઠ કમાણી ઘણા લોકોની જીવનભરની સંપત્તિ કરતાં અનેક ગણી વધારે છે.
Inc.com ના અહેવાલ મુજબ, ૨૦૨૪ માં, જેફ બેઝોસે દર કલાકે લગભગ $૮ મિલિયન (રૂ. ૬૭.૨૦ કરોડ) કમાણી કરી છે. જેફ બેઝોસ કહે છે- એમેઝોનના સીઈઓ રહીને અને તે પદ છોડયા પછી પણ તેણે પોતાનો પગાર વધાર્યો નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ એમેઝોનમાં તેમની હિસ્સેદારીથી એટલી કમાણી કરે છે કે તેમને તેમનો પગાર વધારવાની જરૂર નથી.
રિપોર્ટ્સ અનુસાર, જેફ બેઝોસની વાર્ષિક સેલેરી ૮૦ હજાર ડોલર એટલે કે ૬૭ લાખ રૂપિયા છે. તે જ સમયે, તેની પ્રતિ કલાકની કમાણી ૬૭ કરોડ રૂપિયા છે. એટલે કે તેમનો વાર્ષિક પગાર તેઓ એક કલાકમાં કમાતા પૈસા કરતાં ૧૦૦ ગણો ઓછો છે.
એમેઝોનના ચીફ જેફ બેઝોસ એલોન મસ્ક પછી વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જ નથી, પરંતુ તેઓ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કરતા પણ બમણા અમીર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, જેફ બેઝોસની કુલ સંપત્તિ
$૨૪૬ બિલિયન છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ $૯૬.૭ બિલિયન છે. એટલું જ નહીં, બેઝોસ ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી કરતાં ત્રણ ગણા વધુ અમીર છે. અદાણીની કુલ નેટવર્થ $૮૨.૧ બિલિયન છે.
૧૨ જાન્યુઆરી, ૧૯૬૪ના રોજ જન્મેલા જેફ બેઝોસ હજુ પણ એમેઝોન કંપનીમાં ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. નાનપણથી જ બેઝોસને વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તે જાણવામાં રસ હતો. આ માટે તેણે પોતાના માતા-પિતાના ગેરેજને લેબોરેટરીમાં ફેરવી દીધું. બાદમાં, ૫ જુલાઈ, ૧૯૯૪ ના રોજ, તેણે સિએટલમાં સમાન ગેરેજમાંથી એમેઝોનનો પાયો નાખ્યો. જો કે, ૫ જુલાઈ, ૨૦૨૧ ના રોજ, તેમણે સીઈઓનું પદ છોડી દીધું અને કંપનીના એક્ઝિકયુટિવ ચેરમેન બન્યા. તેમને વિશ્વના સૌથી અમીર યહૂદી વ્યક્તિ પણ માનવામાં આવે છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
