તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે અક્ષરધામની મુલાકાત લીધી
હું અહીં આવીને અભિભૂત છું...અહીં પહોંચીને મને ખૂબ આનંદ થયો..:અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર તરીકે પસંદ કર્યા છે

નવી દિલ્હી, તા.૧૭: અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે ન્યૂયોર્કમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. તુલસી પોતાને ગૌરવપૂર્ણ હિંદુ કહે છે.
ગબાર્ડ ગઈ કાલે રાત્રે અક્ષરધામ મંદિર પહોંચ્યા અને કહયું કે અહીં પહોંચીને મને ખૂબ આનંદ થયો. હું આ ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું. મંદિરમાં વિશેષ પ્રાર્થના માટે વિશ્વભરમાંથી હિન્દુ ધર્મગુરુઓ અને ભક્તો અહીં એકઠા થયા હતા.
તમને જણાવી દઈએ કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર તરીકે પસંદ કર્યા છે. અગાઉ, ગબાર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તુલસી હિન્દુ ધર્મના પરંપરાગત પોશાક, સલવાર અને સૂટ પહેરેલી જોવા મળી હતી. આ સમય દરમિયાન, તે ભક્તિમાં ડૂબી જાય છે, હરે કળષ્ણ અને હરે રામનું ગાન કરે છે અને હિંદુ ધર્મનો જોરશોરથી પ્રચાર કરે છે.
તુલસીએ ૨૦૨૨માં ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ બાદમાં તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેમણે ૨૦૨૨માં ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી હતી.
તે તાજેતરમાં જ રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ હતી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. તે એક ગૌરવપૂર્ણ હિંદુ છે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ સામેના અત્યાચારની વારંવાર નિંદા કરે છે. તે ગુપ્તચર બાબતો પર વ્હાઇટ હાઉસની સલાહકાર પણ રહેશે અને અમેરિકાની ૧૮ જાસૂસી એજન્સીઓની કામગીરી પર દેખરેખ રાખશે.
તુલસી ગબાર્ડે અબજોપતિ એલોન મસ્ક સાથે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ તુલસી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હ્ પર એક શો હોસ્ટ કરશે. આ શો દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તુલસીનો નવો શો દસ્તાવેજી શૈલીના વિડિયો અને સામગ્રીની વિશાળ શ્રેણી રજૂ કરશે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
