<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

જર્મનીના ચાન્‍સેલર ઓલાફ શોલ્‍ઝની સરકાર પડી : સંસદમાં વિશ્વાસ મત હાર્યા

શોલ્‍ઝને ૭૩૩ સીટોવાળા નીચલા સદન અથવા બુન્‍ડેસ્‍ટાગમાં ૨૦૭ સાંસદોનું સમર્થન મળ્‍યું અને ૩૯૪એ તેમના વિરૂધ્‍ધ વોટ કર્યા : જ્‍યારે ૧૧૬ સાંસદોએ મતદાનમાં ભાગ લીધો નહોતો

બર્લિનઃ જર્મનીના ચાન્‍સેલર ઓલાફ શોલ્‍ઝે સોમવારે સંસદમાં વિશ્વાસ મત ખોઈ દીધો. જેના કારણે યુરોપીય સંઘના સૌથી વધારે વસ્‍તીવાળા આ સભ્‍ય દેશમાં ફેબ્રુઆરીના ઉત્તરાર્ધ પહેલા ચૂંટણી થવાની સંભાવના છે. શોલ્‍ઝને ૭૩૩ સીટોવાળા નીચલા સદન અથવા બુન્‍ડેસ્‍ટાગમાં ૨૦૭ સાંસદોનું સમર્થન મળ્‍યું અને ૩૯૪એ તેમના વિરુદ્ધ વોટ કર્યા, જ્‍યારે ૧૧૬ સાંસદોએ મતદાનમાં ભાગ લીધો નહોતો. આવી રીતે જીતવા માટે જરૂરી ૩૬૭ના જાદુઈ આંકડાથી ખૂબ દૂર થતાં રહ્‍યા. શોલ્‍ઝે જર્મનીની સ્‍થિર અર્થવ્‍યવસ્‍થાને પુનર્જીવિત કરવાની રીતને લઈને ઉત્‍પન્‍ન વિવાદમાં પોતાના નાણામંત્રીને નિષ્‍કાસિત કરી દીધા હતા. જેના કારણે ગત ૬ નવેમ્‍બરના રોજ ત્રિપક્ષીય ગઠબંધન તૂટી ગયા હતા.

કેટલીય મુખ્‍ય પાર્ટીઓના નેતાઓના સમયથી સાત મહિના પહેલા ૨૩ ફેબ્રુઆરીને સામાન્‍ય ચૂંટણી કરાવવાને લઈને સહમતિ વ્‍યક્‍ત કરી. વિશ્વાસ મતની જરૂરિયાત એટલા માટે હતી કેમ કે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જર્મનીનું સંવિધાન બુન્‍ડેસ્‍ટાગને ભંગ કરવાની અનુમતિ નથી આપતું. હવે રાષ્ટ્રપતિ ફ્રેક્ર વાલ્‍ટર સ્‍ટીનમીયરને એ નક્કી કરવાનું છે કે સંસદને ભંગ કરવી કે નહીં અને ચૂંટણી કરાવવામાં આવે કે નહીં. તેમની પાસે આ નિર્ણય લેવા માટે ૨૧ દિવસ બાકી છે અને ચૂંટણીનું યોજનાબદ્ધ સમય મર્યાદાના કારણે ક્રિસમસ બાદ તેની આશા છે. સંસદ ભંગ થયા બાદ, ચૂંટણી ૬૦ દિવસની અંદર થવી જોઈએ.

આવી જ રીતે જોવા જઈએ તો, યુરોપની સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા અને ખાસ કરીને સ્‍થિરતાનો સ્‍તંભ માનવામાં આવતી જર્મનીને આગામી વર્ષે અચાનક ચૂંટણીનો સામનો કરવો પડી શકે છે. આનુપાતિક પ્રતિનિધિત્‍વની જર્મન પ્રણાલીને જોતાં, સરકાર ગઠબંધનમાં બને છે. જેનું નેતળત્‍વ આમ તો સીડીયુ/સીએસયુ અથવા એસપીડી કરે છે. ૨૦૨૧માં શોલ્‍ઝની એસપીડીએ ઉદારવાદી ફ્રી ડેમોક્રેટ્‍સ પાર્ટી અને ગ્રીન પાર્ટી સાથે એક અસહજ ગઠબંધનમાં શાસન કર્યું હતું.

(10:24 AM IST)