તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
મોરબી,દ્વારકા,વડનગર સહિત ટૂંક સમયમાં ગુજરાતને ૧૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ મળશે
ગુજરાતમાં પ્રવાસીઓ અને યાત્રાળુઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ૧૧ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે : PM મોદી પ્લેન દ્વારા વડનગર પહોંચી શકશે : રાજપીપળા, બોટાદ, ધોરડો, રાજુલા, દાહોદ, ધોળાવીરા, પાલીતાણા શહેરોને હેલિકોપ્ટર સેવાઓથી જોડવામાં આવશે : પીએમ મોદીના જન્મસ્થળ વડનગર અને દ્વારકામાં સૌથી પહેલા એરપોર્ટનું નિર્માણ શરૂ થશે : આ બંને સ્થળોએ પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે : દેશનું એકમાત્ર દિલ્હી એરપોર્ટ જે ૧૫૦ સ્થળો સાથે જોડાયેલ છે : ભારતમાંથી તમામ લાંબા અંતરના સ્થળોમાંથી ૮૮ ટકા દિલ્હી સાથે જોડાયેલા છે

અમદાવાદ, તા.૧૭: ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વડનગર અને દ્વારકાની સાથે ૧૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ પછી પ્રવાસીઓ અને યાત્રાળુઓ હવાઈ સેવા દ્વારા સીધા જ ગુજરાતના લોકપ્રિય સ્થળોએ પહોંચી શકશે. ગુજરાત સરકારે રાજ્યમાં ૧૧ સ્થળોએ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવવાનું કામ ઝડપી કર્યું છે. જેના માટે ૨૦૨૫-૨૬ના બજેટમાંથી મોટી ફાળવણી કરવામાં આવી છે. ટોચના સરકારી સૂત્રોનું કહેવું છે કે અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, ધોરડો, રાજુલા, દાહોદ, ધોળાવીરા અને પાલિતાણા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટની પણ વિચારણા કરવામાં આવી રહી છે. તેમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.
વડા પ્રધાન મોદીના જન્મસ્થળ વડનગરની વધતી જતી લોકપ્રિયતા અને અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને કારણે આ બંને એરપોર્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થાય તેવી શકયતા છે. સૂત્રોએ જણાવ્યું કે દ્વારકા અને વડનગર નજીકના ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પ્રાથમિક શકયતા અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. ઉત્તર ગુજરાતની સ્થાનિક વસ્તી અને મુખ્ય સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓને સેવા આપવા માટે વડનગર અને અંબાજી નજીક જમીનને આખરી ઓપ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આગામી મહિનાઓમાં જમીન સંપાદન શરૂ થશે.
સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે અંકલેશ્વર ખાતે અન્ય નવ ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પણ શકયતા અભ્યાસ ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કહ્યું કે ભવિષ્યના બજેટમાં આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ માટે પર્યાપ્ત બજેટ ફાળવણી કરવામાં આવશે. અધિકારીઓએ સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણનો પણ સંકેત આપ્યો હતો. સરકાર કોર્પોરેશનોમાં સ્થિત તમામ એરપોર્ટ માટે વ્યાપક વિસ્તરણ યોજનાઓ તૈયાર કરી રહી છે.
વડોદરા અને પોરબંદર એરપોર્ટનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે તેમ સૂત્રો કહે છે. વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટ પરની સુવિધાઓ પણ ઘણા વર્ષોથી યથાવત છે. આનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરવામાં આવશે. તેવી જ રીતે સુરતમાં એરપોર્ટ નજીક જમીનનો ટુકડો સંપાદિત કરવામાં આવી રહયો છે.
ગુજરાતમાં સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ
દ્વારકા, વડનગર, અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, ધોરડો, રાજુલા, દાહોદ, ધોળાવીરા, પાલીતાણા શહેરોને હેલિકોપ્ટર સેવાઓથી જોડવામાં આવશે.
ગુજરાતમાં એર કનેકટીવીટી વધારવા એરલાઈન્સને પ્રોત્સાહન આપવાની શકયતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, સત્તાવાળાઓ ગુજરાતના શહેરોને જોડતી હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરવાની સંભવિતતા ચકાસી રહ્યા છે, જેના માટે અન્ય રાજ્યોમાં આવા મોડલના સફળ અમલીકરણનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હાલમાં નોંધપાત્ર આંતર-શહેર હેલિકોપ્ટર સેવાઓ નથી.(
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
